Wednesday, May 14, 2025
Homeખબર સ્પેશીયલ‘બજેટ’ શબ્દ આવ્યો કયાંથી ??? પહેલાં તેને કેમ સાંજે રજૂ કરાતું??

‘બજેટ’ શબ્દ આવ્યો કયાંથી ??? પહેલાં તેને કેમ સાંજે રજૂ કરાતું??

નિર્મલા સિતારમણે સવારે 11 વાગ્યે સંસદમાં સતત 8મી વખત બજેટ ભાષણ આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ દેશમાં સતત ત્રીજી વખત બનેલી સરકારનું આ સંપૂર્ણ બજેટ હતું ત્યારે બજેટ સાથે જોડાયેલી રસપ્રદ વાતો કરીએ…. સૌ પ્રથમ જાીએ બજેટ શબ્દનો ઈતિહાસ.

- Advertisement -

સામાન્ય રીતે બજેટ વિશે સતત ચર્ચા થતી હોય છે. ત્યારે આ શબ્દ ફેન્ચ શબ્દ Bougette બજેટ પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે. નાની ચામડાની થેલી. જેનો ઉપયોગ નાણાંકીય દસ્તાવેજો અને હિસાબો રાખવા માટે થતો હતો. બજેટ શબ્દનો ઉપયોગ સરકાર, કંપનીઓ અને વ્યક્તિઓ દ્વારા તેમના આવક અને ખર્ચની યોજના બનાવવા માટે થાય છે.

બ્રિટીશ શાસન દરમિયાન જ્યારે ખર્ચ અને આવકની માહિતી આપવામાં આવતી હતી ત્યારે તે દસ્તાવેજોને લાલ ચામડાની થેલીમાં લાવવામાં આવતા હતાં અને ધીરે ધીર રહીને હવે બજેટ ડિજિટલ બનવા લાગ્યું છે.
સામાન્ય રીતે અગાઉના જમાનામાં બજેટ સાંજે પાંચ વાગ્યે રજૂ કરવામાં આવતું કારણે આખી રાત બજેટ પર કામ કરતા અધિકારીઓને થોડો આરામ મળી શકે. પહેલાં બજેટ માત્ર અંગ્રેજીમાં પ્રકાશિત થતું હતું. પરંતુ 1955 – 56 થી સરકારે તેને હિન્દીમાં પણ પ્રકાશિત કરવાનું શરૂ કર્યું. બ્રિટીશરો પાસેથી આઝાદી પછી ભારતનું પ્રથમ કેન્દ્રીય બજેટ 26 નવેમ્બર- 1947 ના રોજ ભારતના પ્રથમ નાણાંમંત્રી આર કે સન્મુખમ ચેટી દ્વારા દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular