Friday, March 29, 2024
Homeરાષ્ટ્રીયભારતમાં 60 વર્ષથી ઉપરના લોકોનું વેક્સીનેશન 1 માર્ચથી થશે શરુ

ભારતમાં 60 વર્ષથી ઉપરના લોકોનું વેક્સીનેશન 1 માર્ચથી થશે શરુ

જાણો કેટલી હશે વેક્સીનની કિંમત : કેન્દ્ર સરકારના મંત્રીઓને ફરજીયાત પૈસા ચૂકવવાના રહેશે

- Advertisement -

ગુજરાત સહીત દેશભરમાં કોરોનાની વેક્સીન આપવાની શરૂઆત થઇ ગઈ છે. અત્યાર સુધીમાં 1.07 કરોડ જેટલા લોકોને વેક્સીન અપાઈ ચુકી છે. ત્યારે હવે 1 માર્ચથી 60 વર્ષની ઉપરના લોકોને વેક્સીન આપવાની શરૂઆત કરવામાં આવશે. સરકારી કેન્દ્રો પર વેક્સીન લગાવનારને ફ્રીમાં વેક્સીન આપવામાં આવશે. જે લોકો પ્રાઈવેટ હોસ્પિટલમાં વેક્સીન લગાવશે તેઓએ પૈસા ચુકવવાના રહેશે.

- Advertisement -

કોરોના વેક્સીનને લઇને ભારત સરકારે એલાન કર્યું છે કે 1 માર્ચથી 60 વર્ષથી ઉપરના લોકોને વેક્સીન આપવમાં આવશે.દેશના જે 10 હજાર સરકારી સેન્ટર પર લોકો વેક્સીન લગાવવા માટે જશે તેઓને વેક્સીન ફ્રીમાં આપવામાં આવશે. પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે જે લોકો પ્રાઈવેટ હોસ્પિટલોમાં કોરોનાની વેક્સીન લેશે તેઓએ વેક્સીનના પૈસા ચુકવવાના રહેશે. જે અંગેના ભાવ સ્વાસ્થ્ય મંત્રાલય દ્રારા ટૂંક સમયમાં જણાવવામાં આવશે. જ્યારે રવિશંકર પ્રસાદે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારના દરેક મંત્રીઓ પૈસા ચૂકવીને વેક્સીન લગાવશે.60 વર્ષથી વધુ ઉંમરના કેન્દ્ર સરકારના જે મંત્રી હશે તેઓએ પણ પૈસા ચુકવવાના રહેશે. તે કોઈ સરકારી સેન્ટરો પર વેક્સીન લહી લગાવે. 16 જાન્યુઆરીથી  24 ફેબ્રુઆરી સુધીમાં 1.07 કરોડ જેટલા લોકો કોરોનાની વેક્સીન લઇ ચુક્યા છે. 14 લાખ લોકોને વેક્સીનનો બીજો ડોઝ પણ મળી ચુક્યો છે.

ભારતમાં જાન્યુઆરીમાં કોરોનાનું વેક્સીનેશન શરુ કરવામાં આવ્યું હતું. બાદમાં અલg અલગ તબ્બકામાં દેશભરના લોકોને વેક્સીન આપવમાં આવશે. અત્યાર સુધીના તબ્બકામાં કોરોના વોરીયર્સને વેક્સીન લગાવવામાં આવી છે. જેમાં સ્વાસ્થ્યકર્મી, સફાઈ કર્મી અને  અન્ય લોકો શામેલ છે. હવે બીજા તબ્બકામાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 45 વર્ષથી વધુ ઉંમરના એવા લોકો કે જેઓને ગંભીર બીમારીઓ છે તેવા લોકોને વેક્સીન આપવામાં આવશે. બાદમાં અન્ય લોકોનો વારો આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular