Sunday, April 11, 2021
Homeરાજ્યગુજરાતઅમદાવાદમાં બસ સેવા બંધ કરાતા રીક્ષાચાલકો દ્વારા બેફામ લૂંટ, પરીમલ નથવાણીએ પણ...

અમદાવાદમાં બસ સેવા બંધ કરાતા રીક્ષાચાલકો દ્વારા બેફામ લૂંટ, પરીમલ નથવાણીએ પણ ટિવટ દ્વારા વિરોધ દર્શાવ્યો

- Advertisement -

અમદાવાદના અણધડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સરકારી બાબુઓ કેવા તઘલખી નિર્ણયો લે છે તેનો દાખલો બસો બંધ કરવાને લઈને જોવા મળ્યો. કોરોના વધતાં સામાન્ય પ્રજા માટે AMTS-BRTS બસો બંધ કરાવી દીધી. હવે નોકરી ધંધે અને મજૂરી કામ કરતાં લોકો બસ બંધ થતાં અટવાઈ પડ્યા. જેનો લાભ અમદાવાદના રીક્ષા રાજાઓએ ઉઠાવ્યો અને ડબલ ભાડૂ વસૂલ્યું. AMCના આ નિર્ણયને સાંસદ પરિમલ નથવાણીએ પણ વખોડ્યો હતો.

- Advertisement -

AMTS-BRTS સેવાઓ બંધ કરવાના નિર્ણય ને સાંસદ પરિમલ નથવાણીએ વખોડયો છે. તેઓએ ટ્વીટ કરીને આ મામલે આક્રોશ વ્યક્ત કર્યો છે. બસ સેવાઓ બંધ થવાના કારણે સામાન્ય જનતાને મુશ્કેલી ઉભી થઈ છે. બસ સેવાઓ બંધ થવાના કારણે રિક્ષા ચાલકો સામાન્ય લોકોને બેફામ લૂંટ ચલાવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 50 ટકા કેપેસિટી સાથે બસની સેવાઓ ચાલુ રાખવા અનુરોધ કર્યો છે. આ સાથે પરિમલ નથવાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ટ્વિટમાં ટેગ કર્યાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular