Thursday, March 28, 2024
Homeરાજ્યદેવભૂમિ દ્વારકા જિલ્લામાં દોઢ ઈંચ સુધી સાર્વત્રિક વરસાદ વરસ્યો: સવારે ઉઘાડ નીકળ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દોઢ ઈંચ સુધી સાર્વત્રિક વરસાદ વરસ્યો: સવારે ઉઘાડ નીકળ્યો

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે પણ મેઘ મહેર વરસી હતી. ગઈકાલે સોમવારે ખંભાળિયા પંથકમાં આખો દિવસ મેઘાવી માહોલ રહ્યો હતો. અને સાંજે ભારે તથા હળવા ઝાપટા રૂપે દોઢ ઈંચ (36 મી.મી.) પાણી વરસી ગયું હતું. આ જ રીતે ભાણવડ પંથકમાં પણ ગઈકાલે બપોરથી શરૂ થયેલી મેઘસવારી એ દિવસ દરમ્યાન વધુ એક ઈંચ (22 મી.મી.) પાણી વરસાવી દીધું હતું. જ્યારે કલ્યાણપુર તાલુકામાં પોણો ઈંચ (18 મી.મી.) અને દ્વારકા તાલુકામાં પા ઈંચ (5 મી.મી.) વરસાદ વરસી ગયું હોવાનું નોંધાયું છે.

ગતરાત્રીથી જિલ્લામાં મેઘરાજાએ વિરામ રાખ્યો છે અને આજે સવારે સૂર્યનારાયણના દર્શન થતા લોકોએ રાહતની લાગણી અનુભવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે સવારે આઠ વાગ્યા સુધીમાં મોસમના કુલ વરસાદના જાહેર થયેલા આંકડા મુજબ ખંભાળિયા તાલુકામાં સાડા 36 ઈંચ (910 મી.મી., 116 ટકા), દ્વારકામાં સાડા 26 ઈંચ (666 મી.મી., 131 ટકા), ભાણવડમાં સાડા 32 ઈંચ (815 મી.મી., 116 ટકા) અને કલ્યાણપુર તાલુકામાં 38 ઈંચ (955 મી.મી., 115 ટકા) સાથે જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 118.65 ટકા થયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular