Saturday, April 20, 2024
Homeસ્પોર્ટ્સટાર્ગેટની ખબર વિના બાંગ્લાદેશની ટીમ રન ચેઝ કરવા ઉતરી

ટાર્ગેટની ખબર વિના બાંગ્લાદેશની ટીમ રન ચેઝ કરવા ઉતરી

- Advertisement -

તમે અત્યાર સુધી ક્રિકેટ મેચને વરસાદ, જાનવર, દર્શકોના વિવાદ અથવા વધુપડતા સૂરજને લીધે અટકતા જોઈ હશે, પરંતુ ક્યારેય સાંભળ્યું છે કે ટાર્ગેટના કન્ફ્યુઝનને લીધે મેચ અટકી હોય? ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી T20માં આવું જ કંઈક થયું. નેપિયરમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશની ટીમે ટાર્ગેટ જાણ્યા વગર રનચેઝનો પ્રારંભ કર્યો હતો.

- Advertisement -

જ્યારે બાંગ્લાદેશની બેટિંગ શરૂ થઈ ત્યારે તેમને લાગ્યું કે 148 રનનો ટાર્ગેટ ચેઝ કરવાનો છે, પણ આ અંગે ખાતરી નહોતી. તેમની ઇનિંગ્સમાં 9 બોલ ફેંકાયા હતા ત્યારે મેચ રોકવામાં આવી હતી. બાંગ્લાદેશને કહેવામાં આવ્યું હતું કે તેમને 148ની જગ્યાએ 170 રનનો ટાર્ગેટ ચેઝ કરવાનો છે. આ બધી ગડબડ એટલે થઈ, કારણ કે મેચ રેફરી બાંગ્લાદેશની ઇનિંગ્સ શરૂ થઈ ત્યાં સુધીમાં DLS પ્રમાણે ટાર્ગેટ સેટ કરી શક્યા નહોતા, તેથી ખબર પડી, ત્યારે બાંગ્લાદેશની ઇનિંગ્સ રોકીને તેમને ફરીથી ટાર્ગેટ કહેવામાં આવ્યો હતો. એ સાથે જ ક્રિકેટ ઇતિહાસમાં ટાર્ગેટ ખબર ન હોવાથી મેચ અટકી હોવાની ઘટના બની છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular