Friday, March 29, 2024
Homeરાજ્યગુજરાતવાવાઝોડાંની તબાહીના ઉનાના દ્રશ્યો

વાવાઝોડાંની તબાહીના ઉનાના દ્રશ્યો

- Advertisement -

વિનાશક વાવાઝોડાંની ગુજરાતમાં અસર જોવા મળી હતી. ખાસ કરીને ગીર સોમનાથ, ઉના, વલસાડ સહિતના અનેક વિસ્તારોમાં વાવાઝોડાંની ભારે અસર જોવા મળી હતી. ઉનામાં પણ વાવાઝોડાંની અસર જોવા મળતાં ભારે પવન સાથે વરસાદ વરસયો હતો. ભારે પવનને કારણે ઉનામાં વૃક્ષો મોટા પાયે જમીન દોસ્ત થયા હતા પવનનું પ્રમાણ વધુ હોય વિજ થાંભલા પણ ધરાસાઇ થતાં વિજળીઓ ગુલ થઇ જવા પામી હતી. આ ઉપરાંત ભારે પવનને કારણે મંડપ તેમજ દુકાનોના પતરા તથા હોર્ડીંગસ પણ ઉડતા જોવા મળ્યા હતાં કેટલાંક સ્થળે વરસાદી પાણી ભરાવવાની સમસ્યા પણ સર્જાઇ હતી. આમ, ઉનામાં વાવાઝોડાં અને વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. જો કે, કોઇ મોટી નુકસાની થઇ ન હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular