જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા મંદિર પાસે બેસેલી બે મહિલાઓને એસઓજીની ટીમે 1 કિલો 600 ગ્રામ ગાંજાના જથ્થા સાથે બંને મહિલાઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દરોડાની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાંથી અનેક વખત નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યાની ઘટનાઓ અવિરત બનતી રહે છે અને બેખોફ નશીલા પદાર્થનું વેંચાણ કરતા શખ્સોને પોલીસ દ્વારા દબોચી લેવામાં આવે છે તેમ છતાં નશીલા પદાર્થ વેંચવાની ઘટનાઓ બંધ થતી નથી. દરમિયાન જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિર પાસે બેસેલી મહિલાઓ પાસે ગાંજાનો જથ્થો હોવાની બલભદ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, તોસિફભાઈ તાયાણીને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી પીઆઈ બી.એન. ચૌધરી અને પીએસઆઈ એલ.એમ. ઝેર તથા સ્ટાફે ખોડિયાર મંદિર પાસે બેસેલી ગુલાબી કલરનું સ્વેટર તથા પીળા કલરનો પંજાબી ડે્રસ પહેરેલ હંસાબેન કરણ વઢીયાર બાવરી (રહે. માનસરોવર ફાટક પાસે, ઝુપડપટી, પાલનપુર, જિ. બનાસકાંઠા) અને શોભાબેન મનોજ બાવરી (રહે. જામનગર) નામના બંને મહિલાઓને દબોચી લીધા હતા.
પોલીસે મહિલાઓની તલાસી લેતા મહિલા પાસેથી રૂા.16000 ની કિંમતનો 1 કિલો 600 ગ્રામ ગાંજાનો જથ્થો અને 10,000 ની કિંમતનોએક મોબાઇલ ફોન સહિત કુલ રૂા.26000 નો મુદ્દામાલ કબ્જે કરી બંને મહિલાઓની પુછપરછ હાથ ધરતા આ ગાંજાનો જથ્થો પાલનપુરના દિલીપ અરજણ કોળી પાસેથી ખરીદ્યો હોવાની કેફિયત આપતા પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.