જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામમાં આવેલા બંગલામાંથી એલસીબીની ટીમે ઈંગ્લીશ દારૂના વિશાળ જથ્થા સાથે બે શખ્સોને દબોચી લઇ અન્ય ચાર શખ્સો સહિત છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી 15.64 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામમાં આવેલા બંગલામાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરાતી હોવાની ક્રિપાલસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગરને મળેલી બાતમીના આધારે પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ પી.એન. મોરી, સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, ઘનશ્યમાભાઈ ડેરવાળીયા, ભરતભાઈ ડાંગર, કિશોરભાઈ પરમાર, સુમિતભાઈ શિયાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઈડ કરી હતી.
રેઈડ દરમિયાન એલસીબીની ટીમે મોટા થાવરીયામાં ભવ્ય નગરીમાં આવેલા બંગલામાંથી તલાસી લેતા રૂા.9,54,056 ની કિંમતની જુદી જુદી બ્રન્ડની 1400 બોટલ દારૂ અને 10,000 ની કિંમતના બે મોબાઇલફોન તેમજ 6 લાખની કિંમતની જીજે-10-ટીવાય-0703 નંબરની બોલેરો પીકઅપ વાહન સહિત કુલ રૂા.15,64,056 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી દારૂ મંગાવનાર મુળ રાજકોટ જિલ્લાના સોડવદર ગામનો વતની અને હાલ જામનગર શહેરના પટેલ કોલોની શેરી નંબર-9 ના છેેડે રહેતો દશરથસિંહ ઉર્ફે યોગી ઉર્ફે મયુરધ્વજસિંહ ઘનશ્યમાસિંહ જાડેજા અને દિપેશ ઉર્ફે હિતેશ નરેન્દ્ર સોલંકી (રહે. જામનગર) નામના બે શખ્સોને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો કચ્છના ભચાઉમાં રહેતાં જીગર સોઢા પાસેથી મંગવ્યો હોવાનું અને દારૂનો જથ્થો પૃથ્વીરાજસિંહ ભરતસિંહ વાઢેર, અજયસિંહ પરમાર અને પૃથ્વીરાજસિંહ ચંદુભા જાડેજા (રહે. જામનગર) નામના ત્રણ શખ્સોએ દારૂનો જથ્થો વેંચાણ કરવા માટે મંગાવ્યો હોવાની કેફિયત આપતા એલસીબીની ટીમે છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરમાં દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં આવેલી ડેરી પાસેથી પસાર થતા બાઈકસવાર ભાવિક ઉર્ફે છાબો વિનોદ ભદ્રા નામના વિદ્યાર્થીને આંતરીને એલસીબીની ટીમે તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.35,825 ની ઈંગ્લીશ દારૂની 53 બોટલ મળી આવતા પોલીસે રૂા.5,000 ની કિંમતનો મોબાઇલ ફોન અને રૂા.50,000 ની કિંમતનું બાઈક સહિત કુલ રૂા.90,825 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થામાં પ્રશાંત બાવાજી નામના શખ્સની સંડોવણી ખુલતા એલસીબીએ બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ આરંભી હતી.