જામનગરમાં ઢીચડા રોડ પર આવેલ ગેરકાયદેસર ધાર્મિક સ્થળ ઉપર બુલડોઝર ફેરવી ડિમોલીશન કરવામાં આવ્યું હતું. એસ.પી., ડીવાયએસપી સહિતના પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જામનગર શહેર જિલ્લામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા તંત્ર દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેમાં ધાર્મિક દબાણો પણ દૂર કરવામાં આવી રહયા છે. થોડા સમય પૂર્વે પિરોટન ટાપુ પર ગેરકાયદેસર ધાર્મિક સ્થળના દબાણો દુર કરવામાં આવ્યા હતા. ત્યારે ગઇકાલે શુક્રવારે જામનગર શહેરમાં ઢીચડા રોડ પર એરફોર્સ નજીક આવેલા ગેરકાયદેસર દરગાહના દબાણને પણ બુલડોઝર ફેરવી દુર કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ડીવાયએસી સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ધાર્મિક સ્થળનું ડિમોલીશન કરવામાં આવ્યું હતું.