Tuesday, April 21, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં વોર્ડ નંબર 10 અને 14ના બે મતદાનમથકોનું સ્થળાંતર

જામનગરમાં વોર્ડ નંબર 10 અને 14ના બે મતદાનમથકોનું સ્થળાંતર

બે મતદાનમથકોમાં ટ્રસ્ટીઓ ઉમેદવાર હોય, ચૂંટણીપંચના નિર્દેશ મુજબ કાર્યવાહી

જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ તંત્ર દ્વારા પણ તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણી પારદર્શક અને શાંતિપૂર્ણ યોજાય તે માટે તંત્ર પણ કામે લાગ્યું છે. ત્યારે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં બે મતદાન મથકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ મતદાન મથકો ટ્રસ્ટીની જગ્યામાં હોય અને તેના ટ્રસ્ટી ઉમેદવાર પણ હોય ચૂંટણીપંચની ગાઇડલાઇન અનુસાર તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું તા. 26ના રોજ મતદાન યોજાનાર છે. જેમાં જામનગરમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થાય અને મતદારોને કોઇ અવ્યવસ્થા કે મુશ્કેલી ન પડે તે માટે તંત્ર પૂરતા પ્રયાસો કરી રહ્યું છે. ઇવીએમની ફાળવણી, ઇવીએમની ચકાસણી તથા કર્મચારીઓને તાલીમ સહિતની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આ દરમ્યાન જામનગરમાં બે મતદાન મથકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં વોર્ડ નંબર 10માં ભોઇ સમાજની વાડીમાં આવેલ મતદાન મથક નંબર 24 અને 26 તથા વોર્ડ નંબર 14માં આવેલ પણ કચ્છી ભાનુશાળી જ્ઞાતિનું મતદાન મથક સ્થળાંતર કરાયું છે. ચૂંટણીપંચની ગાઇડલાઇન મુજબ આ બન્ને મતદાન મથકોના ટ્રસ્ટીઓ જ ઉમેદવારો પણ હોય જેને લઇ આ કાર્યવાહી કરવામાં આવી છે.

વોર્ડ નંબર 10માં ભોઇ સમાજની વાડીમાં આવેલ મતદાન મથક અને મોચીસારમાં આવેલ ખેતા ભગત પ્રાથમિક શાળા રૂમ નંબર એકમાં તબદીલ કરવામાં આવ્યું છે. જેથી આનંદ ભૂવન ભોઇનો ઢાળિયોથી ગિરધારી મંદિરથી ભોઇવાડા સુધી, ઉપલી ફળી, ભોઇવાડો, ગિરધારી મંદિરથી ભોઇવાડા સુધી આવતા વિસ્તારો, ટાંકનો ડેલો, શાક માર્કેટ પાછળ, ગિરધારી મંદિરથી ભોઇવાડા સુધી, ટીંબાફળી, ભોઇનો ઢાળિયો, ભગત ફળી, ભોઇનો ઢાળિયો, કુંભારવાડો, ધુંવાવના નાકા પાસે, મોટા આશાપૂરા, અરિહંત એપાર્ટમેન્ટ, સમંગલમ્ એપાર્ટમેન્ટ, ગિરધારી મંદિર રોડ, વાલ્મિકીવાસ, મ્યુનિસિપલ બાલમંદિર પાછળ, મલનો ડેલો, કોલસાની ડેલી, ગિરધારી રોડ, રાયણ ફળી, સુયાણી ફળી સહિતના વિસ્તારોના કુલ 1065 મતદારોને હવે ખેતા ભગત પ્રાથમિક શાળા રૂમ નંબર એકમાં મતદાન કરવાનું રહેશે.
આ ઉપરાંત વોર્ડ નંબર દસમાં જ કુંડલિયા ફળી, મોચીસાર વિસ્તાર, કોલીવાડ, ધુંવાવનું નાકું, પખાલીવાડ, પંજાશેરી, મોચીસાર, પીપળાવાળી ડેલી, રામદેવ મંદિર, રામદેવ મંદિરવાળી શેરી, સિદ્ધનાથ ફળી સહિતના વિસ્તારના 1138 મતદારોએ ખેતા ભગત પ્રાથમિક શાળાના રૂમ નંબર 02માં મતદાન કરવાનું રહેશે.

- Advertisement -

વોર્ડ નંબર 14માં કચ્છી ભાનુશાળી જ્ઞાતિ સંસ્થાના ટ્રસ્ટી ઉમેદવાર હોવાથી આ જ્ઞાતિ સંસ્થાનું મતદાન મથક ઓધવદીપ શાળાના રૂમ નંબર ત્રણમાં તબદીલ કરાયું છે. જેમાં ભાનુશાળીપરા,58-દિ. પ્લોટ, બાળસ્મશાન પાસે ભાનુશાળી પરા શેરી નંબર બે, પાણીના ટાંકા પાસે, ભાનુશાળી પરા શેરી નંબર એક, ભાનુશાળી વાડી પાસે, 58-દિગ્વિજય પ્લોટ, ભાનુશાળી પરા શેરી નંબર 05, મેઇન રોડ ઉદ્યોગનગર, ઝુંપડા 49 દિગ્વિજય પ્લોટ, શિવનગર-2, પાણાખાણ, સોનલ માના મંદિર પાસે, 49 દિગ્વિજય પ્લોટ, હનુમાન ટેકરી 58 દિ. પ્લોટ, હિંગળાજ પ્લોટ મેઇન રોડ સહિતના વિસ્તારોના દિગ્વિજય 62 મતદારોએ ઓધવદીપ શાળામાં મતદાન કરવાનું રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular