જામનગર શહેરમાં ઢોલિયા પીરની દરગાહ પાસે ચૂનાના ભઠ્ઠા નજીક નાળિયેરીની રેંકડીમાં ડ્રીલ મશીનથી હોલ પાડવા માટે સ્વીચ ચાલુ કરવા જતાં વીજશોક લાગતાં બેશુદ્ધ થઇ જવાથી યુવકનું મોત નિપજયું હતું.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં રણજિતસાગર રોડ ઉપર ઢોલિયા પીરની દરગાહ પાસે આવેલા ચૂનાના ભઠ્ઠા વિસ્તારમાં રહીને મજૂરીકામ કરતો કૌશલ રવજીભાઇ ઢાપા (ઉ.વ.22) નામનો યુવક ગત્ શનિવારે સાંજના સાત વાગ્યાના અરસામાં તેના ઘરે નાળિયેરીની રેંકડીમાં હોલ પાડવા માટે ડ્રીલ મશીનની સ્વીચ ચાલુ કરવા જતાં વીજશોક લાગતા બેશુદ્ધ થઇ ઢળી પડયો હતો. ત્યારબાદ યુવકને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા રવજીભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. એમ. બી. મોરી તથા સ્ટાફએ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તજવીજ આરંભી હતી.


