જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ નજીક ગોલ્ડન સિટી રોડ પાસે બે મિત્રોએ સજોડે ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર મચી છે. આ ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સ દ્વારા બંનેને સારવાર માટે જી. જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગેની જાણ થતા જામનગર પોલીસ પણ દોડી ગઈ હતી અને આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.