Friday, September 13, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં આણદાબાવા ચકલા પાસે શોર્ટ-સર્કિટના કારણે બે ગૌ-માતાના મોત

જામનગરમાં આણદાબાવા ચકલા પાસે શોર્ટ-સર્કિટના કારણે બે ગૌ-માતાના મોત

- Advertisement -

જામનગર શહેરમાં આણદાબાવાના ચકલા પાસે વિજ થાંભલામાં શોર્ટ સર્કિટના કારણે બે ગૌમાતાના મૃત્યુ થતાં લોકોમાં આક્રોશ સાથે કચવાટની લાગણી જોવા મળી રહી છે. ત્રણ દિવસમાં બે ગૌ-માતાના મૃત્યુથી ગૌભક્તોમાં રોષ છવાયો છે.
જામનગરના આણદાબાવા ચકલા પાસે પીજીવીસીએલની લાપરવાહીના કારણે શોર્ટ-સર્કિટથી ત્રણ દિવસમાં બે ગૌ માતાના મૃત્યુ નિપજ્યાં છે. જેના કારણે સ્થાનિક રહેવાસીઓ તેમજ ગૌભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ અંગે તાત્કાલિક ધોરણે પીજીવીસીએલ દ્વારા કોઇ કાર્યવાહી નહીં થાય તો અનેક ગૌમાતાનો ભોગ લેવાઇ શકે છે. આ ઉપરાંત વરસાદની સિઝન હોય. નાના બાળકો તેમજ સ્થાનિક લોકો પણ ભોગ બની શકે છે. આ ઘટનાની જાણ થતાં પીજીવીસીએલની ટીમ ઘટના સ્થળે પહોંચી પાવર સપ્લાય બંધ કરી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત હિન્દુ સેનાના કાર્યકરો તેમજ સ્થાનિક આગેવાનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular