Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરહોટેલો સહિતના વ્યવસાયોમાં પ્રોપર્ટી ટેકસમાં રાહતની જાહેરાત: જામનગરમાં વાસ્તવિકતા શું છે?

હોટેલો સહિતના વ્યવસાયોમાં પ્રોપર્ટી ટેકસમાં રાહતની જાહેરાત: જામનગરમાં વાસ્તવિકતા શું છે?

- Advertisement -

ગુજરાત સરકારે કોરોના મહામારી તથા લોકડાઉન સહિતની સ્થિતિઓને ધ્યાનમાં લઇ હોટેલ, રેસ્ટોરન્ટ તથા રિસોર્ટ જેવાં વ્યવસાયોને એક વર્ષ માટે પ્રોપર્ટી ટેકસમાં માફી આપ્યાની જાહેરાત સરકારે તાજેતરમાં કરી તો દીધી છે. પરંતુ જમીની સ્તર પર હજુ આ દિશામાં જામનગર સહિતના શહેરોમાં કામગીરીઓ શરૂ થઇ શકી નથી.

‘ખબર ગુજરાત’ સાથેની ટેલીફોનીક વાતચીતમાં જામનગર મહાનગરપાલિકાના ટેકસ વિભાગના આસિ. કમિશ્ર્નર જીગ્નેશ નિર્મળે જણાવ્યું છે કે, સરકારે જે જાહેરાત કરી છે તે અનુસંધાને જામનગરમાં પણ સંબંધિત કરદાતાઓને પ્રોપ્રર્ટી ટેકસ માફીનો લાભ આપવા માટે તંત્ર તૈયાર છે. પરંતુ જામનગર સહિતના મહાનગરોમાં કોર્પોરેશનના અધિકારીઓ એ બાબતે મુંઝવણમાં છે કે, આ કિસ્સામાં હોટેલ એટલે શું? હોટેલ વ્યવસાય અંગે આ કિસ્સામાં સ્પષ્ટતા કરવામાં આવી નથી. રાજય સરકાર આ બાબતે સ્પષ્ટતા કરશે પછી વાત આગળ વધી શકશે.

અત્રે નોંધનીય છે કે, કોઇ ધંધાર્થી પોતાના વ્યવસાયના સ્થળે ચા, દુધ, કોફી અને ખારી અથવા બિસ્કીટ જેવી ચિજોનું વેચાણ કરતાં હોય તે પણ હોટેલ કહેવાય છે. અને જે વ્યવસાયમાં ખાદ્યચિજોનું વેચાણ થતું હોય અને લોકોને ઉતારા માટે રૂમોની વ્યવસ્થા હોય તેેને પણ હોટેલ તરીકે લેખવામાં આવે છે. આ પ્રકારની પરિસ્થિતિને કારણે સરકારે પ્રોપર્ટી ટેકસ માફીની જે જાહેરાત કરી છે. તે જાહેરાત કયાં પ્રકારની હોટેલોને લાગુ પડે છે? તે અંગે રાજય સરકાર દ્વારા હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી ન હોય. જામનગર સહિત રાજયભરના કોર્પોરેશનના અધિકારીઓ રાજય સરકારની સ્પષ્ટતાનો ઇંતજાર કરી રહ્યા છે. બીજી બાજુ હોટેલોના માલિકો એવાં કરદાતાઓ કોર્પોરેશન માંથી પ્રોપર્ટી ટેકસ માફીની આ જાહેરાતનો વહેલી તકે લાભ લેવાં પુછપરછ અને પ્રયાસો કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular