Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકા દ્વારા તિરંગા એકત્રિકરણ અભિયાન

જામનગર મહાનગરપાલિકા દ્વારા તિરંગા એકત્રિકરણ અભિયાન

17 થી 25 ઓગસ્ટ સુધીમાં તમામ વોર્ડ ઓફિસ-સિવિક સેન્ટર- હેલ્થ સેન્ટરમાં તિરંગા પરત જમા કરાવવા મ્યુનિ.કમિશ્નરની અપિલ

- Advertisement -

ભારત દેશને મળેલી આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા અભિયાન યોજવામાં આવ્યું હતું, જેમાં તારીખ 13 થી 15 મી ઓગસ્ટ સુધીના સમયગાળા દરમિયાન બહોળી સંખ્યામાં નગરજનો જોડાયા હતા, જેમને જામનગર મહાનગરપાલિકા દ્વારા અભિનંદન પાઠવાયા છે.

- Advertisement -

જામનગર શહેરના ઉત્સવપ્રેમી નગરજનોએ સ્વાતંત્ર્ય પર્વની ગરીમાંપૂર્ણ ઉજવણી કર્યા પછી પોતાના રહેણાંક મકાન, દુકાન,ઓફીસ, કારખાના સહિતના સ્થળો પર ત્રિરંગો લહેરાવ્યા હતો, જે ત્રિરંગા ધ્વજની ગરીમાં જળવાય તેમાટે જે લોકો સ્વેચ્છાએ પોતાના રાષ્ટ્ર ધ્વજને જમા કરાવવા માંગતા હોય તે માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા તિરંગા ધ્વજને ફરી એકત્ર કરવા માટેનું અભિયાન હાથ ધરાયું છે.

જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી દ્વારા નગરજનોને તિરંગા એકત્રીકરણ અભ્યાનના અનુસંધાને અપીલ કરવામાં આવી છે, અને જામનગર મહાનગર પાલિકા હસ્તકનાં તમામ 16 વોર્ડની ઓફિસમાં તેમજ તમામ સિવિક સેન્ટર, અને શહેરના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર કામકાજના સમયગાળા દરમિયાન આગામી તારીખ 17.8.2022 થી 25.8.2022 સુધી ના સમયગાળામાં સ્વૈચ્છિક રીતે તિરંગો જમા કરાવવા લોકોને અપીલ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular