Friday, March 21, 2025
Homeરાજ્યજામનગરફાયર-ડે નિમિતે શહિદ ફાયર જવાનોને શ્રધ્ધાંજલી અપાઇ

ફાયર-ડે નિમિતે શહિદ ફાયર જવાનોને શ્રધ્ધાંજલી અપાઇ

જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા આજરોજ ફાયર ડે નિમિતે શહિદ ફાયર જવાનોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. 1944માં બોમ્બે ડોકયાર્ડમાં જહાજમાં આગ લાગી હતી. જેમાં 66 જવાનો શહિદ થયા હતાં. આ શહિદ જવાનોેને શ્રધ્ધાંજલી પાઠવી 14 એપ્રિલના રોજ ફાયર-ડેની ઉજવણી કરવામાં આવે છે.

- Advertisement -

આજરોજ જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા ખાતે ફાયર-ડે નિમિતે શહિદ ફાયર જવાનોને શ્રધ્ધાંજલી આપવા મૌન પાડયું હતું. આ તકે કમિશ્નર સતિષ પટેલ, ઇન્ચાર્જ ચિફ ફાયરઓફિસર પાંડયન તેમજ ફાયરના જવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular