Saturday, April 20, 2024
Homeરાષ્ટ્રીયચોમાસાએ પૂછડું વિંઝયું, રાજધાની સહિતના વિસ્તારો જળબંબોળ

ચોમાસાએ પૂછડું વિંઝયું, રાજધાની સહિતના વિસ્તારો જળબંબોળ

દિલ્હી, ગુરૂગ્રામ, ફરિદાબાદ, નોઇડામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું : શાળા-કોલેજો બંધ, સર્જાયો ટ્રાફિક જામ

- Advertisement -

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગુરૂવારે થયેલા વરસાદના કારણે વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો. અલગ-અલગ ભાગમાં હળવાથી લઈને મધ્ય વરસાદ થવાના કારણે પાણી ભરાયા છે. દિલ્હી ટ્રાફિક પોલીસ અને જામ સાથે જોડાયેલી સૂચનાઓ ટ્વિટર પર શેર કરતા રહે છે. જેથી લોકોને મદદ મળી શકે. આ બાજૂ ભારતીય હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, કારણ કે, ભારે વરસાદના કારણે વિઝિબિલિટી ઓછી થઈ શકે છે. વાહન વ્યવહાર ખોરવાઈ શકે છે અને કાચા રોડ તથા જૂની ઈમારતોને નુકસાન પહોંચી શકે છે. તે અનુસાર આગામી બે ત્રણ દિવસ સુધી દિલ્હીમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે.

- Advertisement -

ગુરૂગ્રામ અને ફરીદાબાદમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું હતું. દિલ્હી-ગુરૂગ્રામ એક્સપ્રેસવેમાં પાણી ભરાઈ જતાં પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ફરીદાબાદમાં સતત આઠ કલાક વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ થઈ હતી. અસંખ્ય વાહનો પાણીમાં ડૂબી ગયા હતા. દિવસભર વરસાદ થયો હતો.

ગુરૂગ્રામમાં ભારે વરસાદ પડયો હતો. દિવસભર પડેલા વરસાદના કારણે દિલ્હી-ગુરૂગ્રામ એક્સપ્રેસવે પર પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો. અસંખ્ય વાહનચાલકો રસ્તામાં પાણી ભરાઈ જતાં ફસાઈ ગયા હતા. આ ટ્રાફિકજામ દિલ્હીથી જયપુર જતાં રસ્તા પર થયો હતો. હાઈવેનો સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. દિલ્હી-એનસીઆરીમાં સમગ્ર દિવસ દરમિયાન વરસાદ પડતા વ્યાપક અસર થઈ હતી અને જનજીવન ખોરવાયું હતું.ખરાબ હવામાનને જોતા તમામ બોર્ડની સ્કૂલો બંધ રહેશે.

- Advertisement -

ગુરૂગ્રામના ડેપ્યુટી કમિશ્નરે વરસાદના કારણે એડવાઈઝરી જાહેર કરી છે. તમામ કોર્પોરેટ કાર્યાલય અને ખાનગી સંસ્થામાં કામ કરનારા કર્મચારીઓને ઘરેથી કામ કરવાની પરવાનગી આપી દીધી છે. ખાનગી સંસ્થાઓએ એવી પણ સલાહ આપી છે. ડેપ્યુટી કમિશ્નરે કહ્યું કે, જાહેરહિતમાં પોતાની સ્કૂલ અને કોલેજમાં રજા જાહેર કરી છે. પાણી ભરાવા અને જામથી બચવા માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

હવામાન વિભાગે ભારે વરસાદના એલર્ટને ધ્યાનમાં રાખતા ડીએમે સ્કૂલ બંધ રાખવાના નિર્દેશ આપ્યા છે. હવામાન વિભાગે 23 સપ્ટેમ્બરે ભારે વરસાદના એલર્ટને જોતા જિલ્લા અધિકારી સુહાસ એલ વાઈએ જિલ્લા ગૌતમ બુદ્ધ નગરમાં ધોરણ 1થી 8 સુધીના તમામ બોર્ડની સ્કૂલ બંધ રાખવાના નિર્દેશ આપ્યા છે. આ જાણકારી જિલ્લા વિદ્યાલય નિરીક્ષક ડો. ધર્મવીર સિંહે આપી છે.

- Advertisement -

આ બાજૂ યાત્રિઓને પણ ટ્વિટર પર શહેરના જામની સમસ્યા અને તેનાથી થઈ રહેલી મુશ્કેલીઓ વિશે ફરિયાદ કરી છે. એક વ્યક્તિએ લખ્યું છે કે, હમદર્દ નગરથી આંબેડકર નગર બસ ડિપો સુધીમાં ભયંકર ટ્રાફિક જામ છે. તો વળી અન્ય એક યુઝર્સે લખ્યું છે કે, ભારે વરસાદના કારણે અલગ-અલગ જગ્યાએ ફસાયેલા વાહન ચાલકોને દિશા દેખાડવા માટે ટ્રાફિક પોલીસનો કોઈ કર્મચારી અહીં હાજર નથી. દ્વારકા પાલમ ફલાઈઓવર પર ડીટીસીની બસ ખરાબ થઈ ગઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular