વારંવાર અને વધુ પડતાં વરસાદને કારણે વિવિધ શાકભાજીઓ અને પાકને ઘણું નુકસાન થયું છે અને આ કારણે સ્વાભાવિક રીતે જ તેના ભાવ નવી નવી ઉંચાઇઓ ધારણ કરે છે. ટામેટાંના ભાવ તો વધુ બે મહિના સુધી ઉંચા જ રહે એવી શક્યતા છે. એવું તારણ ક્રિસિલ રિસર્ચે આજે જાહેર કર્યું છે. ભારતમાં સૌથી વધુ ટામેટાંનું ઉત્પાદન કર્ણાટકમાં થાય છે અને ત્યાં પરિસ્થિતિ અત્યંત ’બિહામણી’ છે આથી મહારાષ્ટ્રના નાશિકથી ત્યાં શાકભાજી મોકલવામાં આવે છે, એવું જાણવા મળ્યું છે. ક્રિસિલ રિસર્ચે જણાવ્યું છે કે કર્ણાટકમાં વધારાના વરસાદને કારણે ઉભા પાકને નુકસાન થયું છે. કર્ણાટકમાં સામાન્યથી 105 ટકા વધુ વરસાદ થયો છે જ્યારે આંધ્ર પ્રદેશમાં સામાન્યથી 40 ટકા વધુ વરસાદ પડયો છે જ્યારે મહારાષ્ટ્રમાં ઓક્ટોબરના સમયગાળા 22 ટકા વધુ વરસાદ થયો છે, જેને કારણે પાક-શાકભાજીને નુકસાન થયું છે. 25 નવેમ્બરે શાકભાજીના ભાવોમાં 142 ટકા વધારો થયો છે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનથી નવા શાકભાજીને આવતાં હજુ બે મહિના લાગશે.
આ નવા શાકભાજી જાન્યુઆરીમાં માર્કેટમાં પહોંચે છે, એમ અહેવાલમાં જણાવાયું છે. નવા શાકભાજી માર્કેટમાં આવશે ત્યાં સુધીમાં અત્યારે તો બજારમાં ટામેટાં રૂા.47ના કિલોના ભાવે વેચાશે, જેમાં 30 ટકાનો ઘટાડો થશે, એમ વધુમાં જણાવાયું છે. ટામેટાની સાથે કાંદાની વાત કરીએ તો, અહેવાલમાં એવું જણાવવામાં આવ્યું છે કે ઓઘસ્ટમાં મહારાષ્ટ્રના કાંદા પકવતા વિસ્તારોમાં વરસાદની ખાધપડી એને કારણે કાંદાની હેરફેરમાં વિલંબ થયો. આ કારણે સપ્ટેમ્બરમાં કાંદાના ભાવમાં 65 ટકાનો વધારો થયો. આમ છતાં, કાંદાની બાબતમાં હરિયાણાથી તેનો નવો ફાલ 10-15 દિવસોમાં આવશે અને તે પછી કાંદાના ભાવમાં ઘટાડો નોંધાય એવી શક્યતા છે. વધુ પડતાં વરસાદને કારણે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ગુજરાતમાં બટાટાના રવિ પાકને પણ અશર થઇ છે. તેની વાવણીમાં વિલંબ થયો છે. સંશોધકોના ઓન-ગ્રાઉન્ડ ઇન્ટરેકશન્સમાં એવું સૂચવવામાં આવ્યું છે કે ખેતરોમાં વધુ પડતાં પાણીને કારણે બટાટાની ફરી વાવણી કરવી પડી શકે છે, જેનો ખર્ચ ખેડૂતોએ કરવો પડે. જો જોરદાર વરસાદ ચાલું રહે તો આવતા વધુ બે મહિના ભાવ ઉંચા રહેશે, એમ જણાવાયું છે. આવતાં ત્રણ અઠવાડિયામાં ભીંડા સરળતાથી ઉપલબ્ધ બનશે. ભારે વરસાદમાં તેની વાવણી થઇ હતી અને આ કારણે આંધ્ર પ્રદાશ અને ગુજરાત જેવા પ્રાંતમાં તેના ઉત્પાદનને અસર થઇ હતી. કેપ્સિકમ અને કાકડી સહિતના અન્ય શાકભાજીના ઉત્પાદનને પણ વરસાદની અસર થઇ છે.