Saturday, December 7, 2024
Homeધર્મ / રાશિઆજે દેવદિવાળી : તુલસી વિવાહ સહિતના આયોજનો

આજે દેવદિવાળી : તુલસી વિવાહ સહિતના આયોજનો

- Advertisement -

શાસ્ત્રો મુજબ દેવપોઢી અગિયારસ થી ભગવાન સુતેલા હોવાથી તેમને દેવઉઠી અગિયારસના રોજ જગાડવામાં આવે છે. આ દિવસે પ્રબોધિની એકાદશી પણ કહેવાય છે. આ દિવસુ તુલસી વિવાહ રચવામાં આવે છે. આ દિવસે તુલસીજીને શ્રૃંગાર કરી શેરડી વડે મંડપ બાંધવામાં આવે છે. તુલસીજીને લાલ કે લીલા રંગની ચૂંદડી ઓઢાડવામાં આવે છે. તુલસી વિવાહ સાંજના મુહુર્તમાં કરવામાં આવે છે. ભારતમાં તુલસીને ગંગા જમના જેવી પવિત્ર માનવામાં આવે છે. તુલસીને વિષ્ણુપ્રિયા પણ કહેવાય છે. કહેવાય છે કે હરિ અને હરિપ્રિયાના વિવાહ એ તો વિશ્ર્વના શ્રેષ્ઠતમ વિવાહ છે. ત્યારે આખુ બ્રહ્માંડ આ વિવાહનું સાક્ષી બને છે. તુલસી વિવાહ બાદ લગ્નસરાની સીઝનની શરૂઆત થાય છે. ત્યારે આજે તુલસી વિવાહની નગરમાં ઉજવણી કરવામાં આવી છે. ઘરે ઘરે રંગોળી કરી અને તુલસીજીને પુજા કરવામાં આવે છે. જામનગરની બજારોમાં પણ ગઈકાલે સાંજથી શેરડીના સાઠાની બજાર ખુબ જ જામી છે. મંદિરોમાં ભગવાનને શેરડીના સાઠા ધરાવવામાં આવે છે તો વળી ુ સાંજના વિવાહના મુહૂર્ત માટે ઘરે શેરડી લઇ જતા જોવા મળી રહ્યા છે. ઘરને દિપાવલીની જેમ સજાવવામાં આવે છે. આંગણે આશોપાલવનું તોરણ, સુંદર રંગોળી અને દિપ પ્રકાશિત કરીને જામનગરના લોકોએ તુલસી વિવાહ એટલે કે દેવઉઠી એકાદશીની ઉજવણી ધામધૂમથી કરી હતી. અને ભગવાન વિષ્ણનુ ચાર મહિનાની યોગ નિદ્રામાંથી જગાડવામાં આવે છે. એટલે જ તો આજથી લઇને દરેક શુભ કાર્યોની શરૂઆત કરવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular