Saturday, October 12, 2024
Homeરાજ્યહાલારસીક્કામાં આર્થિક તંગીથી કંટાળીને યુવાનની આત્મહત્યા

સીક્કામાં આર્થિક તંગીથી કંટાળીને યુવાનની આત્મહત્યા

વેસ્ટબેંગાળના યુવાને ગળેટૂંપો ખાઈ જિંદગી ટૂંકાવી : એકલવાયા જીવન અને આર્થિકતંગીથી ત્રસ્ત યુવાને આયખું ટૂંકાવ્યું : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ

- Advertisement -

જામનગર તાલુકાના સીક્કા ગામમાં શ્રીજી સોસાયટીમાં રહેતાં બંગાળી યુવાને એકલવાયા જીવન અને આર્થિક તંગીથી કંટાળી તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, વેસ્ટ બેંગલના પૂર્વા જિલ્લાના રામપુર તાલુકાના દીબોન્દ્રાપુરના વતની અને હાલ જામનગર તાલુકાના સીક્કા ગામમાં આવેલી શ્રીજી સોસાયટીમાં રહેતાં નારાયણચંદ્ર ડેબેન્દ્રનાથ જૈના (ઉ.વ.43) નામના નોકરી કરતા યુવાન ઘણાં સમયથી આર્થિક તંગી અનુભવતો હતો અને એકલવાયુ જીવન હોવાથી આર્થિક તંગીના કારણે જીંદગીથી કંટાળીને બુધવારે સવારના સમયે તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. બનાવની જાણ કરાતા એએસઆઈ આર.આર. કરંગીયા તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને તેના વતનમાં રહેતાં પરિવારજનોને જાણ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular