જામનગરમાં લાલવાડીના કાનાનગર પાછળના વિસ્તારમાંથી બે શખ્સો 18 નંગ વિદેશી દારૂના ચપટા સાથે ઝડપાયા હતા. સિક્કા નજીકથી એક શખ્સ બે નંગ દારૂની બોટલ સાથે ઝડપાયો હતો. જામનગરના નવીવાસમાં મકાનમાંથી દારૂની બોટલ ઝડપાઇ હતી અને આરોપીની શોધખોળ હાથ ધરાઇ હતી.
દારૂના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગરમાં લાલવાડી વિસ્તારના કાનાનગરના પુષ્પમ્ એપાર્ટમેન્ટની શેરીમાંથી સિટી ‘એ’ પોલીસે રેઇડ દરમયાન ક્રિષ્ના ઉર્ફે એકો મહેન્દ્ર ગોરી તથા ભવ્ય ઉર્ફે ભલો મહેશ ગોરી નામના બે શખ્સને રૂા. 1800ની કિંમતના 18 નંગ વિદેશી દારૂના ચપટા સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો સિક્કા ડીસીસી ગેઇટથી આગળ ફાટક પાસેથી સ્થાનિક પોલીસે રેઇડ દરમિયાન જીજે10-ડીએમ-3656 નંબરના મોટરસાયકલમાં દારૂની હેરફેર કરતાં મનોજ રણછોડ અલગોતર નામના શખ્સને ઝડપી લઇ રૂા. 2600ની કિંમતની બે દારૂની બોટલ તથા મોટરસાયકલ સહિત કુલ રૂા. 32,600નો મુદામાલ કબ્જે કર્યો હતો. ત્રીજો દરોડો જામનગરના નવીવાસ, ભરવાડપાડામાં ભટ્ટી નિવાસ નામના મકાનની સામેના મકાનમાંથી સિટી ‘એ’ પોલીસે રેઇડ દરમ્યાન રૂા. 500ની કિંમતની એક નંગ દારૂની બોટલ ઝડપી લીધી હતી. રેઇડ દરમ્યાન આરોપી હાજર ન હોઇ સુનિલગિરિ વિનોદગિરિ ગોસાઇ નામના શખ્સ વિરૂઘ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.