જામનગરના પંચવટી સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આઠ મહિલાઓ તીનપત્તીનો જુગાર રમતાં ઝડપાઇ હતી. તમામને નોટિસ અપાઇ હતી.
જામનગર શહેરમાં પંચવટી સોસાયટી વિસ્તારમાં આવેલા ભગવતી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી ‘બી’ પોલીસે રેઇડ દરમિયાન આઠ મહિલાઓને રૂા. 10,300ની રોકડ સાથે તીનપત્તીનો જુગાર રમતી ઝડપી લીધી હતી. પોલીસ દ્વારા તમામને નોટીસ આપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.