View this post on Instagram
જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતિ અને નાગમતિ નદીના પટમાં ખટકાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દરમ્યાન આજે બચુનગર વિસ્તારમાં મેગા ડિમોલીશન કામગીરી અંતર્ગત 294 જેટલા બાંધકામો તોડી પાડવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મહાનગરપાલિકાના 100 થી વધુ કર્મચારીઓ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના બચુનગર વિસ્તારમાં મેગા ડીમોલીશન કામગીરી હાથ ધરવા માટે મ્યુનિસિપલ કમિશનર ડી. એન. મોદીની સૂચનાથી ડી.એમ.સી. દેવેન્દ્રસિંહ ઝાલા, આસિસ્ટન્ટ કમિશનર ભાવેશ જાની, ક્ધટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા, પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગના રાજીવ જાની, અનિલ ભટ્ટ, ઉર્મિલ દેસાઇ તથા એસ્ટેટ શાખાના નીતિન દીક્ષિત સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત 100 થી વધુ કર્મચારીઓના સ્ટાફ દ્વારા આજે વહેલી સવારથી જ મેગા ડીમોલીશન કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ડીમોલીશન કામગીરી માટે 12 જેસીબી મશીન, 3 હિટાચી મશીન અને 12 થી વધુ ટ્રેકટરનો ઉપયોગ કરવામાં આવશે. મેગા ડીમોલીશન કામગીરીમાં બચુનગર વિસ્તારમાં અંદાજે 294 ગેરકાયદેસર ખડકાયેલા દબાણો તોડી પાડવા માટેની અંતિમ નોટીસ આપી દીધા બાદ મકાનોમાંથી માલસામાન ખાલી કરવા માટે મુદ્દત પણ આપવામાં આવી હતી. આ મુદ્દત પૂર્ણ થયા બાદ ડીમોલીશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
બચુનગર વિસ્તારમાં મેગા ડિમોલીશન કામગીરી માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને શહેર ડીવાયએસપી જે. એન. ઝાલા તથા પીઆઇ એન. એ. ચાવડા સહિતનો પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં હાજર રહ્યો હતો. મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા જુદી જુદી 3 ટીમો બનાવી ગેરકાયદેસર દબાણો તોડી પાડવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી. આજે બચુનગર વિસ્તારમાં હાથ ધરવામાં આવેલી મેગા ડિમોલીશન કામગીરીમાં ગેરકાયદેસર ખડકાયેલા મકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરની સાથે આ દબાણોમાં જુદા જુદા ચાર ધાર્મિક સ્થળો પણ આવે છે. જે દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત મહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદી દ્વારા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સાથે શહેરમાં છેલ્લા અઢી માસ દરમ્યાન 850 થી વધુ ગેરકાયદેસર દબાણો દૂર કરી અંદાજે 16 લાખ ફુટ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.