Friday, December 9, 2022
Homeરાજ્યગુજરાતઈમ્પેકટ ફી કાયદાનો લાભ લેવા ત્રણ NOC ફરજીયાત

ઈમ્પેકટ ફી કાયદાનો લાભ લેવા ત્રણ NOC ફરજીયાત

અનઅધિકૃત બાંધકામ કાયદેસર કરાવવા ‘રેરા’, ફાયર તથા આરોગ્ય વિભાગના ‘એનઓસી’ જોડવા પડશે

- Advertisement -

નવા ઈમ્પેકટ ફી કાયમ હેઠળ અનઅધિકૃત બાંધકામોને કાયદેસર કરવા માટેની અરજીઓ સ્વીકારવાનુ શરૂ થઈ ગયું છે પરંતુ તેમાં અનેકવિધ સવાલ ઉઠવા લાગ્યા છે. શહેરી વિકાસ મંત્રાલય દ્વારા એવુ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રેરા, ફાયરવિભાગ તથા આરોગ્ય વિભાગના ‘નો-ઓબ્જેક્શન સર્ટીફીકેટ’ (એનઓસી) જોડવાનુ ફરજીયાત છે અને તેના વિના અરજી રદ થશે.

- Advertisement -

રાજય સરકારના સૂત્રોએ કહ્યું કે નવા ઈમ્પેકટ ફી કાયદામાં રાજય સરકારે ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી રેગ્યુલેશન 2016, કલીનીકલ, એસ્ટાબ્લીસમેન્ટ એકટ 2010 તથા રીયલ એસ્ટેટ એકટ 2010 તથા રીયલ એસ્ટેટ એકટ (રેરા) 2016ની વિવિધ જોગવાઈઓ દાખલ કરી છે અને તે અંતર્ગત વિવિધ એનઓસી ફરજીયાત બનાવાયા છે.

અમદાવાદ કોર્પોરેશને અરજદારોને એવી સ્પષ્ટ તાકીદ કરી છે કે 15 મીટરથી ઉંચી રહેણાંક ઈમારતો તથા તમામ કોમર્સીયલ બિલ્ડીંગો માટે રેરા, ફાયર તથા આરોગ્ય એનઓસી ફરજીયાત છે. અનઅધિકૃત બાંધકામને કાયદેસર કરવાની અરજી કરતી ઈમારતોમાં આગ જેવી દુર્ઘટના વખત બહાર નિકળવાનો માર્ગ હોવો જોઈએ, ફાયર ઉપકરણો હોવા જોઈએ તથા ફાયરબ્રિગેડના વાહનો અંદર પહોંચી શકે તેવી જગ્યા હોવી જોઈએ.

- Advertisement -

આરોગ્ય વિભાગના એનઓસી મામલે કોઈ ચોખવટ નથી એટલે કયા આરોગ્ય વિભાગ પાસેથી મેળવવી તેવો સવાલ ઉઠયો છે. કોર્પોરેશન હેઠળના વિસ્તારોમાં તો કોર્પોરેશનના આરોગ્ય વિભાગનુ એનઓસી મળી શકે પરંતુ શહેરી વિકાસ સતામંડળોમાં અલગ આરોગ્ય વિભાગ ન હોવાથી પેચીદો પ્રશ્ર્ન ઉભો થયો છે. આ વિસ્તારોમાં પંચાયતો તરફથી આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવતી હોય છે.

સૂત્રોએ કહ્યું કે અનઅધિકૃત બાંધકામો કાયદેસર કરવાની અરજીઓ થવા લાગી હોવા છતાં કેટલાંક પેચીદા પ્રશ્ર્નો ઉભા થયા હોવાથી સ્ક્રુટીની થઈ શકતી નથી. હવે વિધાનસભા ચૂંટણી પછી જ અમુક મુદ્દાઓ પર સ્પષ્ટતા શકય બનશે અને ત્યારબાદ જ સ્ક્રુટીની કરાશે.

- Advertisement -

‘રેરા’ વિભાગને અરજી થઈ હોય તેવા બિલ્ડીંગોના ‘રેરા’ને લગતા કોઈ મુદ્દા પેન્ડીંગ છે તેનો રિપોર્ટ અને તેના આધારિત એનઓસી આપવાની રહે છે. આરોગ્ય વિભાગને એનઓસી આપવા માટે કલીનીકલ એસ્ટાબ્લીસમેન્ટ એકટ લક્ષ્યમાં લેવાનો થાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે રાજય સરકારે ગત 17મી ઓકટોબરે નવો ઈમ્પેકટ ફી કાયદો જાહેર કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular