Friday, September 20, 2024
Homeરાજ્યજામનગરપાન-મસાલાના પૈસા માગતા વેપારીને માર મારી ધમકી

પાન-મસાલાના પૈસા માગતા વેપારીને માર મારી ધમકી

- Advertisement -

જામનગર શહેરમાં જી.જી. હોસ્પિટલ સામે આવેલી પાનના દુકાનદારે ગ્રાહક પાસેથી પાન અને કોલ્ડ્રીંકસના પૈસા માગતાં લુખ્ખા ગ્રાહકે દુકાનદારને ગાળો કાઢી લાતો મારી પતાવી દેવાની ધમકી આપી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં જી.જી. હોસ્પિટલ સામે આવેલી ન્યુ વિજય પાન એન્ડ કોલ્ડ્રીંસ નામની દુકાને મંગળવારે મધ્યરાત્રીના સમયે સકીલ મેમણ નામનો શખ્સ નશાની હાલતમાં પાનની દુકાને આવ્યો હતો અને પોતાનું નામ શકીલ મેમણ જણાવી ખાતુ ચાલતું હોવાનું કહી પાન-મસાલા અને કોલ્ડ્રીંક પીધુ હતું. ત્યારબાદ દુકાનદાર હિરેનભાઇએ કોલ્ડ્રીંકસના પૈસા માગતાં ઉશ્કેરાયેલા શખ્સે દુકાનદારને જેમફાવે તેમ ગાળો કાઢી શરીરે લાતો મારી અને આજપછી મને ઉધારમાં પાન મસાલા નહીં આપતો મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે હિરેનભાઇ દ્વારા જાણ કરાતાં પીએસઆઇ ડી.જી. રાજ તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular