Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરપોલીસ કસ્ટડીમાં માર મારવા અંગે મેઘપરના તત્કાલિક પીએસઆઇ સહિતનાઓ વિરૂધ્ધ કેસ ચલાવવા...

પોલીસ કસ્ટડીમાં માર મારવા અંગે મેઘપરના તત્કાલિક પીએસઆઇ સહિતનાઓ વિરૂધ્ધ કેસ ચલાવવા અદાલતનો આદેશ

- Advertisement -

જામનગર જિલ્લાના જોગવડ ગામમાં રહેતા યુવાનને પોલીસ કસ્ટડીમાં માર મારવા અંગે થયેલી ફરિયાદમાં તત્કાલિન પીએસઆઇ સહિત પાંચ પોલીસ કર્મચારીઓ સામે કેસ ચલાવવાનો આદેશ લાલપુર અદાલત દ્વારા કરવામાં આવ્યો હતો.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના જોગવડ ગામમાં રહેતા ખિમરાજ નાથસુર સોમાત નામના યુવાન ગત તા. 15-11-2015ના રોજ બપોરના 3 વાગ્યાના અરસામાં તેના ઘરે હતો ત્યારે મેઘપર પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ ઘરે આવી ખીમરાજને તારો ભાઇ માકરાજ અને તારાબાપુ નાથસુર આવશે એટલે તને જવા દેશુ તેમ કહી પોલીસ સ્ટેશને લઇ ગયા હતાં અને સાંજના સમયે તત્કાલિન પીએસઆઇ એમ.જે. જલુ તથા રણમલભાઇ આહીર, જગદીશસિંહ ઝાલા, સુરપાલસિંહ સહિતના સ્ટાફે ખીમરાજને પીએસઆઇ જલુની ચેમ્બરમાં લાકડી-ધોકા અને બેલ્ટ વડે બેફામ માર મારતાં બેશુધ્ધ થઇ ગયો હતો. ત્યારબાદ ખીમરાજને લોકઅપમાં પુરી દીધો હતો અને તબિયત લથડતાં ખીમરાજને સારવાર માટે લઇ ગયા હતાં ત્યારબાદ જામીન મુક્ત કર્યો હતો. માર મારવાના કરણે ખીમરાજે જી.જી. હોસ્પિટલમાં સારવાર લઇ પોલીસ અધિક્ષક સમક્ષ ફરિયાદ કરી હતી. પરંતુ કોઇ કાર્યવાહી થઇ ન હતી

ત્યારબાદ ખીમરાજે લાલપુરની અદાલતમાં કરેલી ફરિયાદના આધારે ફરિયાદી તથા સાક્ષીઓના નિવેદનના આધારે તત્કાલિન પીએસઆઇ એમ.જે. જલુ સહિતના પાંચ પોલીસ કર્મચારીઓ વિરુધ્ધ કેસ ચલાવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ખીમરાજ તરફે વકીલ નિખીલ બુધ્ધભટ્ટી, પાર્થ સામાણી અને સમર્થ વેકરીયા રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular