સોનાનો ભાવ આસમાનને આંબી રહ્યો છે. ત્યારે સોનું ખરીદવું એ સામાન્ય માણસ માટે સ્વપ્ન બની ગયું છે. જ્યારે સ્ત્રીઓને સોનુ ખૂબ જ પ્રિય હોય છે. ત્યારે અત્યારે એક એવા શહેરની વાત કરીશું કે જે શહેર સોનાના ઢગલા પર વસેલું છે અને જે શહેર અવકાશની સૌથી નજીક આવેલું છે. પરંતુ અહીં કોઇ રહેતું નથી. જો તમને કારણ ખબર પડશે તો તમે પણ આશ્ર્ચર્યચકિત થઇ જશો.

જાણીને નવાઇ લાગશે તેવું એક શહેર કે જે સોનાના ઢગલા પર વસેલું શહેર કે જે સોનાના ઢગલા પર વસેલું છે. તેની નીચે એટલું બધુ સોનુ છે કે તે ઘણાં દેશોની અર્થવ્યવસ્થાને સુધારી શકે છે. આ વાત છે દક્ષિણ અમેરિકાના દેશ પેરૂમાં સ્થિત પેરૂનાલા રિંકોનાડા શહેર વિશે. તે વિશ્ર્વનું સૌથી ઉંચું શહેર હોવાનું કહેવાય છે. લા રિંકોનાડા શહેર અવકાશની સૌથી નજીક હોવાનું માનવામાં આવે છે. જો કે, અહીં રહેવું સહેલું નથી. અહીં ઓક્સિજનની ક્ષમતા અન્ય વિસ્તારો કરતાં ઘણી ઓછી જોવા મળે છે.
આ શહેરની ઊંચાઇ 5500 મીટરથી વધુ છે. ઊંચાઇના કારણે અહીં ગ્રીનલેન્ડ જેટલું ઠંડુ વાતાવરણ રહે છે અને સરેરાશ તાપમાન માઇનસમાં જાય છે. આમ તો ઘણાં શહેરોમાં જ્યાં માઇનસ કરતાં હોય છે. ત્યાંની રહેણી કહેણી અને તેમનું શરીર તે મુજબ ટેવાઇ જતું હોય છે. ત્યારે અહીં આ શહેરમાં ફક્ત 60 હજાર લોકો વસે છે. જ્યારથી લોકોને ખબર પડી કે અહીં આ શહેરમાં સોનાની ખાણ છે. આ શહેર સોનાની ખાણ પર વસેલુ છે. લોકો ધીમે ધીમે ત્યાં સ્થાયી થવા લાગ્યા છે. અહીં ખાણકામ કાયદેસર માન્ય નથી. છતાં ઘણી કંપનીઓ અહીં ગેરકાયદેસર રીતે સોનાનું ખાણકામ કરે છે. આમ જોઇએ તો ત્યાંની અર્થવ્યવસ્થા આ કંપનીઓમાં કામ કરતાં કામદારો પર નિર્ભર છે.
અહીં કામદારો દિવસો સુધી પગાર વિના કામ કરે છે. અને કામના દિવસે ખાણમાંથી ગમે તેટલું ઓર લેવાની છૂટ છે. ખાણિયાઓ તે ઓરમાંથી જે પણ ધાતુ કાઢે છે તે તેમની છે. આમ, સોનાના ઢગલા પર બનેલું દક્ષિણ અમેરિકાનું અવકાશથી નજીકનું સૌથી ઉંચું શહેર પેરૂનાલા રિંકોનાડા છે. જ્યાં ફકત 60 હજાર લોકો જ રહે છે. એક તરફ સોનાના ઢગલા તો વળી અહીંની હાલની પરિસ્થિતિ જોઇએ તો સોનાના વધતા ભાવો વચ્ચે લગ્નપ્રસંગો આવતા કમર તૂટી રહી છે. સોનુ વર્ષોથી અત્યંત કિંમતી ધાતુ તરીકે જાણીતું છે. સોનાનો સદીઓથી નાણા તરીકે ધનનો સંચય કરવાના એક સરળ રસ્તા તરીકે તથા ઘરેણાં વગેરે બનાવવા માટે ઉપયોગ થતો આવ્યો છે. સોનું સૌથી નરમ ધાતુ છે અને તેને આસાનીથી કોઇપણ ધાતુમાં ઘડી શકાય છે.