Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં અંધાશ્રમ નજીક ઘરફોડ ચોરીમાં તસ્કર ત્રિપુટી ઝડપાઈ

જામનગરમાં અંધાશ્રમ નજીક ઘરફોડ ચોરીમાં તસ્કર ત્રિપુટી ઝડપાઈ

એક કિશોર સહિત ચાર તસ્કરોને પોલીસે દબોચ્યા: રૂા.72450 ની રોકડ રકમ કબ્જે : સીટી સી સર્વેલન્સ સ્કવોર્ડની સરાહનીય કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરમાં અંધાશ્રમ ફાટક પાસેના રહેણાંક મકાનમાંથી રોકડ રકમની ચોરીના બનાવમાં સીટી સી ડીવીઝન પોલીસે દિગ્જામ સર્કલ પાસેથી ત્રણ તસ્કર ત્રિપુટી અને એક કિશોર સહિત ચારને રૂા.72,550 ની માલમતા સાથે ઝડપી લઇ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.

- Advertisement -

આ બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં અંધાશ્રમ ફાટક પાસે આવેલા રહેણાંક મકાનમાંથી રોકડ રકમની ચોરીના બનાવમાં પેટ્રોલિંગ દરમિયાન પો.કો. હર્ષદ પરમાર, હેકો જાવેદ વજગોર અને ફૈઝલ ચાવડા ને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી મહેન્દ્રસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ સીટી સી ના પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા, પીએસઆઈ વી.બી.બરબસીયા, હેકો ફેઝલભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદિપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, પોકો મહેન્દ્રસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, વિપુલભાઈ સોનાગરા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ બારડ, યુવરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે દિગ્જામ સર્કલથી સમર્પણ સર્કલ તરફ જતા ઓવરબ્રીજ નીચેથી મુકેશ જમન ગોહિલ, જયેશ દિપક દાફડા, પ્રિતમ વિજય ગાંગોળા અને એક કિશોર સહિત ચાર શખ્સોને ઝડપી લીધા હતાં.

પોલીસે ચારેયની તલાસી લેતા તેમના કબ્જામાંથી રૂા.72450 ની રોકડ રકમ અને રૂા.100 ની કિંમતનો પીળી ધાતુનો પાટલો મળી આવતા પોલીસે રૂા.72550 ની માલમતા કબ્જે કરી ત્રણ શખ્સોની વધુ પૂછપરછ આરંભી કિશોરને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular