Friday, March 29, 2024
Homeરાજ્યહાલારઓખામાં ઘરફોડ ચોરીમાં સંડોવાયેલો તસ્કર ઝડપાયો

ઓખામાં ઘરફોડ ચોરીમાં સંડોવાયેલો તસ્કર ઝડપાયો

એલસીબીએ રોકડ અને મોબાઇલ સહિતનો ચોરાઉ મુદ્દામાલ કબ્જે કર્યો : ખંભાળિયા પોલીસને સોંપ્યો

- Advertisement -

દ્વારકા જિલ્લાના ઓખા ગામમાં રહેણાંક મકાનમાં થોડા દિવસો પહેલાં થયેલી ચોરીના બનાવમાં એલસીબીની ટીમે ઓખાના જ તસ્કરને ઝડપી લઇ તેની પાસેથી રોકડ અને મોબાઇલ સહતનો ચોરાઉ મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ઓખામાં રહેતા એક આસામીના રહેણાંક મકાનમાં ગત તારીખ 26 ના રોજ રોકડ તથા મોબાઈલની ચોરી થયાનો બનાવ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાયો હતો. આ અંગે અહીંના ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા હાર્દિક પ્રજાપતિની સૂચનાથી એલસીબી પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા ઓખાના બર્માસલ કવાર્ટર વિસ્તારમાં રહેતા કાદર ઉર્ફે કાદરિયો અબ્દુલ નૂરમામદ તુરકને ઝડપી લઇ, પોલીસે રૂપિયા 3,000 ની કિંમતના મોબાઈલ ફોન તથા રૂ. 6,079 રોકડા મળી, કુલ રૂપિયા 9,950 નો મુદ્દામાલ કબજે કરી, આરોપીનો કબજો વધુ તપાસ અર્થે ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો છે.

આ સમગ્ર કાર્યવાહી એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલ, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. ગળચર, એએસઆઈ અરજણભાઈ મારુ, અજીતભાઈ બારોટ, ડાડુભાઈ જોગલ, દિનેશભાઈ માડમ, સચીનભાઈ નકુમ તથા વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular