જામનગર જીલ્લાના મોટી ખાવડી ગામ નજીક રહેતા ટ્રાન્સપોર્ટરે ગઈકાલે બપોરના સમયે સિક્કા પાટિયા નજીક પોતાના બે ટ્રેઇલર રાખ્યા હતા તે દરમિયાન બે શખ્સોએ બન્ને ટ્રેઈલર માંથી 100-100 લીટર ડીઝલ મળી કુલ રૂ.18000ના ડીઝલની ચોરી કરી અન્ય શખ્સોને ડીઝલ વહેચી દીધાની ફરિયાદ મેઘપર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.
જામનગર જીલ્લાના મોટી ખાવડી ગામે સતીવાડી વિસ્તારમાં રહેતા જયપાલસિંહ પ્રવીણસિંહ દલ નામના ટ્રાન્સપોર્ટરે ગઈકાલે સિક્કા પાટિયા જલારામ બિલ્ડીંગ પાસે પોતાના બે ટ્રેઇલર જેના નંબર જીજે-04-વી-6945 તથા ટ્રેઈલર નં-જીજે-12-ઝેડ-0711 રાખ્યા હતા જેમાંથી લાલપુર તાલુકાના ગજણા ગામે રહેતા મામદહુસેન ગફારભાઈ ખીરા તથા રાણાભાઈ ભીમાભાઈ પરમાર નામના શખ્સોએ બન્ને ટ્રેઈલર માંથી 100-100 લીટર ડીઝલ મળી કુલ 18000ની કિંમતનું ડીઝલ ચોરી લઇ મનીષનામના શખ્સને આપતા મનીષે બાપુ નામના કોઈ શખ્સને વહેચી દીધું હોવાની ફરિયાદ જયપાલસિંહે મેઘપર(પડાણા) પોલીસ દફતરમાં નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.