જામનગરના ઠેબા ચોકડી નજીકથી બાઈક ચોરાયું હોવાની ઘટના સામે આવી છે. અલીયાબાડા ગામે રહેતા દિનેશભાઈ અવસરભાઈ કાસુન્દ્રા નામના વુક્તીએ ચારેક દિવસ પૂર્વે ઠેબા ચોકડી પાસે આવેલ પીવીઆર થીયેટરના પાર્કિંગની બાજુમાં પોતાનું વર્ષ 2021ના મોડેલનું કાળા કલરનું હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઈકલ જેના નં-જીજે-10-ડીએચ-6978 કિંમત રૂ.65000નું બાઈક પાર્ક કરીને રાખ્યું હતું જેની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરીને નાશી છુટ્યો હતો આ બનાવ અંગે દિનેશભાઈએ સીટી એ ડીવીઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી છે.