Thursday, April 18, 2024
Homeરાજ્યપાન-મસાલાની બાકી ઉધરાણી મામલે યુવાનને અપમાનીત કરી ધમકી

પાન-મસાલાની બાકી ઉધરાણી મામલે યુવાનને અપમાનીત કરી ધમકી

લાલપુરના ગોદાવરીની સીમમાં આઠ શખ્સો ખેતરમાં ઘુસી ગયા : પાન-મસાલાના રૂા.10,000ની ઉધરાણી

- Advertisement -


લાલપુર તાલુકાના ગોદાવરી ગામમાં પાન-મસાલાની રૂપિયા દસ હજારની ઉઘરાણીના પૈસા ન આપતાં યુવાન ઉપર આઠ શખ્સો દ્વારા વાડીમાં ગેરકાયદેસર પ્રવેશ કરી જાતી પ્રત્યે અપમાનીત કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે કાર્યવાહી હાથધરી હતી.

આ અંગેની વિગત મુજબ લાલપુર તાલુકાના ગોદાવરી ગામમાં રહેતો અને ખેતી કરતાં રમેશ પુંજાભાઇ વાધ નામના યુવાનને તેના ગામના ભાવેશ દેવાયત નામના યુવાનની પાન-મસાલાની દુકાને ઉધારી ચાલતી હોય અને રમેશના બે માસના રૂા.10 હજારની રકમ બાકી રહેતી હોય જેથી આ રકમની ભાવેશ કનારા દ્વારા ઉધરાણી કરાતા રમેશે હાલ પૈસાની સગવડ ન હોવાથી પૈસા આપી શકાય તેમ નથી તેમ જણાવ્યું હતું. ત્યારબાદ મંગળવારે રાત્રીના સમયે દુકાનદાર ભાવેશ દેવાયત કનારા, રધા દેવાયત કનારા, નિલેશ અરશી કનારા, રાજુ રણમલ બડિયાવદરા, વિજય મંડા બડિયાવદરા, નયન કરશન ગાગિયા નામના આઠ શખ્સો રમેશના ખેતરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી અપશબ્દો બોલી જાતી પ્રત્યે અપમાનીત કર્યા અને પતાવી દેવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગેની રમેશ વાધ દ્વારા જણા કરતાં ડીવાયએસપી જે.એસ.ચાવડા તથા સ્ટાફે આઠ શખ્સો વિરૂધ્ધ ખેતરમાં ગેરકાયદેસ પ્રવેશ કરી જાતી પ્રત્યે અપમાનીત કર્યા બાદ મારી નાખવાની ધમકી આપ્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular