Monday, October 14, 2024
Homeરાજ્યજામનગરરનિંગ કરતા સમયે યુવકને જીવલેણ હાર્ટએટેકથી અરેરાટી

રનિંગ કરતા સમયે યુવકને જીવલેણ હાર્ટએટેકથી અરેરાટી

આહિર સમાજ વિદ્યાર્થી ભવનમાં રનીંગ કરતા સમયે ઢળી પડયો : ભરૂડિયાના સરપંચના પુત્રનું મોત : પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું

- Advertisement -

જામનગર સહિત સમગ્ર દેશમાં કોરોનાકાળ પછી બાળકોથી લઇ યુવાનોને ઘાતક હૃદયરોગના હુમલાઓ આવવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. દરમિયાન જામનગરના આહિર સમાજ વિદ્યાર્થી ભવનમાં રનીંગ કરતા સમયે ભરૂડિયા ગામના સરપંચના પુત્રનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યાની ઘટનાએ અરેરાટી ફેલાવી દીધી છે.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ, જામનગર અને ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં કોરોનાકાળ પછીથી હૃદયરોગના હુમલાની ઘટનાઓ વધી રહી છે તેમાં પણ ખાસ કરીને નાના બાળકો અને યુવાનો સૌથી વધુ ભોગ બને છે. જામનગર શહેર અને જિલ્લામાં હૃદયરોગના હુમલાથી મોત નિપજવાની ઘટના સતત વધતી જાય છે. જેને કારણે લોકોમાં ભય ફેલાઈ ગયો છે. દરમિયાન જામનગર શહેરમાં આવેલા આહિર સમાજ વિદ્યાર્થી ભવનમાં ગઈકાલે સવારના સમયે રનિંગ કરતા વિદ્યાર્થીઓ પૈકીના ભરૂડિયા ગામના સરપંચ હેમંતભાઈ જોગલના પુત્ર જય રનિંગ કરતો હતો તે દરમિયાન જ અચાનક જ ઢળી પડતા વિદ્યાર્થીઓ દોડી આવ્યા હતાં અને યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. યુવકના હાર્ટએટેકથી થયેલા મોતને કારણે વિદ્યાર્થીઓમાં એક શોકનું મોજું ફરી વળ્યું હતું અને બનાવ અંગેની મૃતકના પરિવારજનોને જાણ કરાતા તેઓ પણ જામનગર દોડી આવ્યા હતાં.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular