Tuesday, October 8, 2024
HomeવિડિઓViral Videoફિલ્મી સ્ટાઈલમાં બે બસ વચ્ચેથી બાઈક કાઢવા જતા હિરોનું સુરસુરીયું....

ફિલ્મી સ્ટાઈલમાં બે બસ વચ્ચેથી બાઈક કાઢવા જતા હિરોનું સુરસુરીયું….

- Advertisement -

સોશિયલ મીડિયા પર અવાર-નવાર હિરોગીરી કરતા યુવાનોના વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે ફિલ્મી અંદાજમાં બે બસ વચ્ચેથી બાઈકને ચલાવીને હિરોગીરી દેખાડવા જતાં એક વ્યક્તિને પડી ભારી આ હિરોગીરી… જેને લોકો મુર્ખતામાં ખપાવી રહ્યા છે.

- Advertisement -

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક યુઝરે વીડિયો શેર કર્યો છે. જેમાં આપ જોઇ શકો છો કે એક બાઈક સવારે બે બસ વચ્ચેની થોડીક જગ્યામાં પોતાની બાઈક ઘુસાડીને ખરાબ રીતે ફસાઈ ગયો હતો. જ્યાં દેખાઈ છે કે, બે બસોથી એક બીજાથી ખૂબ જ નજીક હોય વચ્ચે ઘુસેલા હીરોનું આવી બનશે તેવું દેખાઈ રહ્યું હતું. જેમ જેમ બસ આગળ વધી રહી હતી વ્યક્તિ પોતે વચ્ચે ભીંસાઈ રહ્યો હતો. અને બસમાં અવાર-નવાર મુસારફો તેને જોઇને ચંબિત થઈ ગયા હતાં અને તેની આ હોશિયારીને મૂર્ખતામાં ખપાવી રહ્યા હતાં. આમ ઘણી વખત ફિલ્મી અંદાજમાં હિરોગીરી કરવાના ચકકરમાં લોકો મજાકનું પાત્ર બની જતા હોય છે. ત્યારે આ નોન ફિલ્મી સીનમાં ફિલ્મી સ્ટાઈલથી વચ્ચે ઘુસેલા હિરોનું પણ સુરસુરીયું થઈ ગયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular