જામનગરના બચુનગર વિસ્તારમાં બીજી પત્નીના ઘરે યુવાનને હૃદયરોગનો હુમલો આવતા મૃત્યુ નિપજ્યું હતું. પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરના બચુનગર વાઘેર જમાતખાના પાસે વાઘેરવાડા વિસ્તારમાં જયેશભાઈ નરશીભાઈ રાઠોડ (ઉ.વ.42) પોતાની બીજી પત્નીના ઘરે હોય તે દરમિયાન તા.18 ના રોજ વહેલીસવારના હૃદયરોગનો હુમલો આવતા મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે સાબીર ગંઢાર દ્વારા પોલીસને જાણ કરાતા સિટી એ ડીવીઝનના હેકો ડી.આર. કાંબરીયા સહિતના સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.