Monday, October 7, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લામાં નવ મહિલા સહિત 26 શખ્સો જૂગાર રમતા ઝડપાયા

જામનગર શહેર-જિલ્લામાં નવ મહિલા સહિત 26 શખ્સો જૂગાર રમતા ઝડપાયા

વાંસજાળિયા ગામેથી પાંચ શખ્સોને રૂા.72160 ની રોકડ રકમ સાથે જૂગાર રમતા ઝડપી લેતી પોલીસ : જામનગર શહેરના રણજીતસાગર રોડ પર પાંચ મહિલા સહિત છ શખ્સો રૂા.44,300 ની રોકડ રકમ સાથે જૂગાર રમતા ઝડપાયા : એક શખ્સ નાશી જતાં શોધખોળ : બે દરોડામાં બે વર્લીબાજો ઝડપાયા

- Advertisement -

વાંસજાળિયા ગામમાંથી પોલીસે પાંચ શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.72,160 ની રોકડ રકમ સહિતનો મુદ્ામાલ કબ્જે કર્યો હતો. જામનગરના રણજીતસાગર રોડ વસંત વાટીકા શેરી નંબર-4 માંથી સિટી એ પોલીસે પાંચ મહિલા સહિત છ શખ્સોને જુગાર રમતા ઝડપી લઇ રૂા.44300 ની રોકડ રકમ અને સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જામનગર વાંજાવાસ જીલાની ચોકમાંથી સિટી બી પોલીસે બે મહિલા સહિત ત્રણ શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.13,280ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જામનગરના કેવડાપાટ સ્કૂલ પાસે જંગલખાતાના ગેઈટ પાસેથી પોલીસે બે મહિલા સહિત ચાર શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.11,250 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. લાલપુર (લતીપર) ગામમાંથી પોલીસે ચાર શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.4050 ની રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. કાલાવડના ચમનટેકરી વિસ્તારમાંથી પોલીસે એક શખ્સને વર્લીમટકાનો જૂગાર રમતો ઝડપી લીધો હતો. જોડિયામાંથી પોલીસે એક શખ્સને વર્લીમટકાનો જૂગાર રમતા ઝડપી લીધો હતો.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામજોધપુર તાલુકાના વાંસજાળિયા ગામે આવેલ જયસુખભાઈ પ્રેમજીભાઈ લાડાણીની વાડીની બાજુમાં મંદિર પાસે ટોર્ચ લાઈટના અંજવાળે તીનપતીનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે જામજોધપુર પોલીસે રેઈડ દરમિયાન જયસુખ પ્રેમજી લાડાણી, જયેશ મનસુખ વાછાણી, મહેશ ચુનીલાલ ઘઘડા, અમરીશ દેવા બથવાર તથા અશોક લખમણ પરમાર નામના પાંચ શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.72,160 ની રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

બીજો દરોડો, જામનગર શહેરમાં રણજીતસાગર રોડ વસંતવાટીકા શેરી નંબર 4 ના ખુણા પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી એ પોલીસે રેઈડ દરમિયાન મુકેશ કુંવરજી ગોઠી તથા પાંચ મહિલાઓને જુગાર રમતા ઝડપી લઇ રૂા.44,300 ની રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ રેઈડ દરમિયાન રમેશ લવજી પરમાર નામનો શખ્સ નાશી જતાં તેની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો, જામનગરના વાંજાવાસ જીલાની ચોકમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસે રેઈડ દરમિયાન નદીમ હારુન ખોજજાદા, મહોસીનખાન અનવરખાન પઠાણ, આશિફ નુરમામદ જુણેજા તથા બે મહિલાઓને જૂગાર રમતા ઝડપી લઇ રૂા.13,280 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બંને મહિલાઓને નોટિસ આપી હતી.

ચોથો દરોડો, જામનગરમાં કેવડાપાટ સ્કૂલ પાસે જંગલખાતાના ગેઈટ પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી બી પોલીસે રેઈડ દરમિયાન ફારુક બોદુ ખફી, હુશેન યુનુસ દોદેપોત્રા તથા બે મહિલાઓ સહિત ચાર શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.11250 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી જૂગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

પાંચમો દરોડો, ધ્રોલ તાલુકાના લાલપુર (લતીપર) ગામમાંથી ધ્રોલ પોલીસે રેઈડ દરમિયાન કિશન બકા ઝૂંઝા, વિપુલગીરી ચંદુગીરી ગોસાઈ, અશોક જીવણ દંતેસરીયા, ઈકબાલ નુરમામદ કુરેશી નામના ચાર શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.4050 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

છઠો દરોડો, કાલાવડના ચમનટેકરી વિસ્તારમાં પાણીના ટાંકા પાસેથી કાલાવડ ટાઉન પોલીસે અમીન અબુ બાનાણી નામના શખ્સને જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી જૂગાર રમતો ઝડપી લઇ રૂા.600 નીરોકડ રકમ તથા વર્લીનું સાહિત્ય સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સાતમો દરોડો, જોડિયા તાલુકાના જોડિયાટાઉનમાં જોડિયા પોલીસે રેઈડ દરમિયાન ઈમરાન ઉમર સન્ના નામના શખસને જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી જૂગાર રમતો ઝડપી લઇ રૂા.830 ની રોકડ રકમ તથા વર્લીમટકાના સાહિત્ય સહિતનો

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular