બાળકો માટે કોરોના વેક્સિનને લઇને નીતિ આયોગના સદસ્ય વી.કે પોલે જણાવ્યું છે કે 2થી18 વર્ષના બાળકો પર કોવેક્સિનના ક્લિનિકલ ટ્રાયલ માટે ડ્રગ કન્ટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયાની અનુમતી મળી ગઈ છે. દેશમાં 10થી12 દિવસની અંદર 2થી18 વર્ષના બાળકો માટે વેક્સિનનું ક્લિનિકલ ટ્રાયલ શરુ થઇ જશે.
ભારતમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. ત્યારે ત્રીજી લહેરનો આવવાની શક્યતાઓ વચ્ચે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમાં સૌથી વધુ બાળકો પ્રભાવિત થશે. જોકે, રાહતના સમાચાર છે કે બાળકો માટે કોરોના રસી ટૂંક સમયમાં ભારતને મળી જશે. વી.કે પોલે કહ્યું કે, ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ 2 થી 18 વર્ષની વયના બાળકો પર કોવાક્સિનના ક્લિનિકલ ટ્રાયલ માટે મંજુરી આપી છે.
નીતિ આયોગના સભ્ય ડો.વી.કે.પૌલે વધુમાં જણાવ્યું હતું કે કોરોનાની સારવાર માટે, અમે કોવિડ -19 રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સમાં ડીઆરડીઓની દવાઓની તપાસ કરીશું અને કોરોના ટ્રીટમેન્ટ પ્રોટોકોલમાં સમાવેશ અંગે નિર્ણય લઈશું. ભારતના ડ્રગ કંટ્રોલર જનરલે તેના કટોકટીના ઉપયોગને મંજૂરી આપી દીધી છે.