Monday, October 14, 2024
HomeબિઝનેસStock Market Newsશેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્...!!!

શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

- Advertisement -

કોરોના સંક્રમણ યુરોપ – દક્ષિણ આફ્રિકા સહિતના ઘણાં દેશોમાં ફરી વધવા લાગતાં અને વિશ્વભરને ફુગાવો – મોંઘવારીનો દાનવ દઝાડવા લાગ્યો હોઈ વૈશ્વિક અર્થતંત્ર માટે મોટી ચિંતા ઊભી થઈ હોઈ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ખેલંદાઓએ સાવચેતીમાં શેરોમાં તેજીનો વેપાર સતત હળવો કરવાનું ચાલુ રાખ્યું હતું. કૃષિ કાયદા ઉપર સરકારની પીછેહટ, પેટીએમના મેગા આઈપીઓ ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ, દક્ષિણ આફ્રિકામાં કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ જોવા મળતા અને અનેક રેર્ટિંગ એજન્સીઓ દ્વારા ભારતીય ઇક્વિટીને ડાઉનગ્રેડ કર્યાના અહેવાલોની બજાર પર પ્રતિકૂળ અસર થતા ફોરેન – સ્થાનિક ફંડોએ ઓલ રાઉન્ડ મોટાપાયે વેચવાલી કરતાં સપ્તાહનાં અંતે સાત માસ પછીનો સૌથી મોટો કડાકો બોલાઈ ગયો હતો.

નેગેટીવ પરિબળો એક સાથે માથું ઉચકીને બજાર પર હાવી થતાં વેચવાલીના ભારે દબાણના પગલે સ્મોલકેપ – મિડકેપ શેરોમાં મોટાપાયે વેચવાલી નીકળતા નાના રોકાણકારોને મોટાપાયે નુકસાન થયું હતું. વિશ્વના અનેક દેશોમાં કોરોનાના કેસ વધતા પુન: લોકડાઉન, વિદેશી રોકાણકારોની એકધારી વેચવાલી અને દેશના ફોરેક્સ રિઝર્વમાં ઘટાડો સહિતના અન્ય અહેવાલોની બજાર પર પ્રતિકૂળ અસર થવા પામી છે. વિવિધ પ્રતિકૂળ અહેવાલો પાછળ છેલ્લા કેટલાક સમયથી વિદેશી રોકાણકારોની એકધારી વેચવાલી જોવા મળી છે. તેમાં ય વળી આગેવાન વૈશ્વિક બ્રોકરેજ હાઉસોએ ભારતીય ઇક્વિટીને ડાઉનગ્રેડ કરતા તેમનું મોરલ વધુ ખરડાતા ભારતીય શેરબજારમાં સપ્તાહનાં અંતે પ્રચંડ કડાકો બોલી જવા પામ્યો હતો.

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

સ્થાનિક સ્તરે વર્ષ ૨૦૨૦-૨૧માં ભારતનું ક્રુડ તેલનું આયાત બિલ ૬૨.૨૦ અબજ ડોલર રહ્યું હતું જ્યારે વર્તમાન નાણાં વર્ષના ઓકટોબર સુધીમાં જ આ આંક ૬૧.૧૦ અબજ ડોલરને આંબી ગયો છે. ગયા નાણાં વર્ષમાં ભારતે કુલ ૧૯.૬૫ કરોડ ટન્સ ક્રુડ તેલની આયાત કરી હતી. આ આંક વર્તમાન નાણાં વર્ષમાં અત્યારસુધીમાં ૧૧.૮૫ કરોડ ટન પર પહોંચી ગયો છે. દેશનું ક્રુડ આયાત બિલ વર્તમાન મહિનામાં જ ગયા વર્ષની સપાટીને પાર કરી જવાની ધારણાં રાખવામાં આવી રહી છે. ક્રુડ તેલના ભાવમાં મક્કમતા અને માગમાં વધારાને કારણે ભારતનું ક્રુડ તેલ આયાત બિલ વધી ગયું છે. ઓકટોબરના અંતે સમાપ્ત થયેલા દસ મહિનામાં ક્રુડ તેલના સરેરાશ ભાવ પ્રતિ બેરલ ૭૦ ડોલરને પાર કરી ગયા હતા.

- Advertisement -

ક્રુડ તેલના ઊંચા ભાવને પગલે વર્તમાન વર્ષમાં ભારતનું ક્રુડ આયાત બિલ છેલ્લા ત્રણ વર્ષનું સૌથી વધુ રહેવા વકી છે. ઓકટોબરમાં ભારતમાં ક્રુડ ઓઈલની સરેરાશ કિંમત પ્રતિ બેરલ ૮૨.૧૧ ડોલર રહ્યો હતો. નાણાં વર્ષ ૨૦૨૦ – ૨૧ના પ્રથમ સાત મહિનામાં ભારતનો ક્રુડ તેલનો સરેરાશ આયાત ભાવ પ્રતિ બેરલ ૩૭.૨૪ ડોલર રહ્યો હતો જે વર્તમાન નાણાં વર્ષના આ ગાળામાં વધી ૭૧.૫૬ ડોલર રહ્યો છે. આગામી દિવસોમાં ક્રુડ તેલના ઊંચા ભાવ દેશના ફોરેકસ રિઝર્વ પર દબાણ લાવી શકે છે.

મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૧ ૨૨માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….

ભારતીય શેરબજારો ઓવર વેલ્યુ હોવાના અને ઘણી કંપનીઓના શેરોના ભાવ તેમના ફંડામેન્ટલ – વેલ્યુએશનથી અત્યંત મોંઘા મળી રહ્યા હોવાના છેલ્લા કેટલાક દિવસોથી ઈન્વેસ્ટમેન્ટ ફંડો – નિષ્ણાંતો ચેતવણી આપી રહ્યા છે, ત્યારે ફોરેન ફંડો – એફપીઆઈઝ અને એફઆઈઆઈની ભારતીય શેરબજારમાં અવિરત મોટી વેચવાલી ચાલુ રહી છે. એફઆઈઆઈ – એફપીઆઈઝ દ્વારા ગત સપ્તાહમાં જ અંદાજીત રૂ.૧૭,૦૦૦ કરોડની જંગી ચોખ્ખી વેચવાલી કરી છે. આ સાથે ફોરેન ફંડો – એફપીઆઈ – એફઆઈઆઈની એપ્રિલ ૨૦૨૧ થી અત્યાર સુધીમાં રૂ.૯૩,૦૦૦ કરોડથી વધુ વેચવાલી થઈ છે.

એફઆઈઆઈ – એફપીઆઈઝની નવેમ્બર ૨૦૨૧ મહિનામાં રૂ.૨૩,૦૦૦ કરોડથી વધુ મૂલ્યના શેરોની જંગી વેચવાલી થઈ છે. એપ્રિલ ૨૦૨૧માં રૂ.૧૨,૦૩૯ કરોડ, મે ૨૦૨૧માં રૂ.૬૦૧૫ કરોડ, જૂન ૨૦૨૧માં રૂ.૨૫.૮૯ કરોડ, જુલાઈ ૨૦૨૧માં રૂ.૨૩,૧૯૩ કરોડ, ઓગસ્ટ ૨૦૨૧માં રૂ.૨૫૬૮ કરોડની જંગી ચોખ્ખી વેચવાલી અને સપ્ટેમ્બર ૨૦૨૧માં રૂ.૯૧૩ કરોડની ચોખ્ખી ખરીદી સિવાય ઓકટોબર ૨૦૨૧માં રૂ.૨૫૫૭૨ કરોડની ચોખ્ખી વેચવાલી અને નવેમ્બર ૨૦૨૧માં અત્યાર સુધીમાં રૂ.૨૩૦૩૭ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ છે. આ સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો, ફંડોની એપ્રિલ થી નવેમ્બર ૨૦૨૧ દરમિયાન અત્યાર સુધીમાં રૂ.૭૫૦૦૦ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ છે. જેમાં નવેમ્બર ૨૦૨૧માં અંદાજીત રૂ.૧૬૦૦૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ છે.

બજારની ભાવી દિશા…. મિત્રો, કોરોના સંક્રમણની બીજી લહેર પૂરી થયા બાદ દેશ ઝડપી અનલોક થઈ રહ્યો હતો, ત્યાં હવે ફરી દક્ષિણ આફ્રિકામાં કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ જોવા મળતા ત્રીજી લહેરની ચિંતા અને તકેદારીમાં ફરી વૈશ્વિક સ્તરે લોકડાઉનના પગલાં લાગુ કરવાની થઈ રહેલી કવાયતને ધ્યાનમાં લેતાં આગામી દિવસોમાં સાવચેતી વચ્ચે આર્થિક પ્રવૃતિ ફરી રૂંધાવાના સંજોગોમાં ભારતીય શેરબજારમાં કરેકશન જોવા મળી શકે છે, ઉપરાંત સતત ખરીદી કર્યા બાદ ફંડો, ખેલાડીઓ ભારતીય શેરબજારમાં પ્રોફિટ બુકિંગ સાથે ઓવરબોટ પોઝિશન હળવી કરી રહ્યા છે. જેથી આગામી દિવસોમાં શકય છે ફંડોની એક્ઝિટને પગલે ઘટાડો જોવા મળી શકે છે.

બજારનું સેન્ટીમેન્ટ ડહોળાઈ ચૂક્યું છે. નેગેટીવ પરિબળો માથું ઉચકીને એક સાથે બજાર પર હાવી થવા લાગ્યા છે. ફરી યુરોપના દેશોમાં કોરોના મહામારીની પરિસ્થિતિ, ફુગાવો – મોંઘવારી, સ્થાનિક સ્તરે સંસદનું શિયાળું સત્ર અને પાંચ રાજયો ગોવા, મણીપુર, પંજાબ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં આવી રહેલી વિધાન સભા ચૂંટણીઓ શરૂ થવામાં છે ત્યારે મોદી સરકારે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં બહુ વિવાદાસ્પદ એવા કૃષિ કાયદા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. આમ સરકારના આ પગલાથી આર્થિક સુધારાની પ્રક્રિયા પર બ્રેક વાગી શકે છે. અમેરિકામાં વ્યાજ દરોમાં ગમે તે ઘડીએ વધારો થવાની શકયતા અને ક્રુડ ઓઈલના ઊંચા પ્રવર્તતા ભાવોની પરિસ્થિતિ અને ભારતીય શેરબજારમાં ઓવર વેલ્યુએશનનો સ્પષ્ટ સંકેત આપી રહ્યા હોઈ ત્યારે આગામી દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

INVESTMENT POINT WEEKLY

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૭૦૩૧ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૨૦૨ પોઇન્ટના પ્રથમ અને ૧૭૨૭૨ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૬૯૭૦ પોઇન્ટથી ૧૬૯૦૯ પોઇન્ટ, ૧૬૮૮૮ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૭૨૭૨ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

INVESTMENT POINT WEEKLY

 

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૬૦૪૧ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૬૪૭૪ પોઇન્ટના પ્રથમ અને ૩૬૬૦૬ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૫૮૦૮ પોઇન્ટથી ૩૫૬૭૬ પોઇન્ટ, ૩૫૫૦૫ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૬૦૬  પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) ઈન્ડસઈન્ડ બેન્ક ( ૯૦૧ ) :- બેન્ક ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૮૮૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૮૬૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૯૧૭ થી રૂ.૯૩૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૯૪૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

) ટાટા કેમિકલ ( ૮૫૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૮૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૮૧૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૮૬૮ થી રૂ.૮૭૮ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) સન ફાર્મા ( ૭૬૮ ) :- રૂ.૭૩૭ નો પ્રથમ તેમજ રૂ.૭૧૭ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૭૮૩ થી રૂ.૭૯૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૬૩૧ ) :- આયર્ન & સ્ટીલ/ઇન્ટરમ. પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૪૭ થી રૂ.૬૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૬૦૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) સન ટીવી નેટવર્ક ( ૫૨૨ ) :- રૂ.૫૦૩ નો પ્રથમ તેમજ રૂ.૪૮૮ ના સ્ટોગ સપોર્ટથી બ્રોડકાસ્ટિંગ & કેબલ ટીવી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૫૪૭ થી રૂ.૫૬૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ ( ૪૧૯ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૩૯૩ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૪૩૭ થી રૂ.૪૫૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ ( ૩૭૯ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૩૬૦ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૩૯૩ થી રૂ.૪૦૪ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) અંબુજા સિમેન્ટ ( ૩૭૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૩૫૩ આસપાસ રોકાણકારે રૂ.૩૮૮ થી રૂ.૩૯૪ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૩૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) લાર્સન & ટુબ્રો ( ૧૭૮૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૭૪૭ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! કન્સ્ટ્રકશન & ઇજનેરી સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૮૦૮ થી રૂ.૧૮૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) મહિન્દ્રા & મહિન્દ્રા ( ૮૫૫ ) :- આ સ્ટોક રૂ.૮૩૦ નો પ્રથમ તેમજ રૂ.૮૧૮ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૮૭૩ થી રૂ.૮૮૦ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) ભારતી એરટેલ ( ૭૩૭ ) :- ૧૮૮૬ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૭૧૭ નો પ્રથમ તેમજ રૂ.૭૦૭ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ટેલિકોમ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૭૪૪ થી રૂ.૭૬૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) કોટક બેન્ક ( ૧૯૬૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૯૮૮ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૨૦૦૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૯૩૭ થી રૂ.૧૯૧૯ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૦૨૨ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) સિપ્લા લિમિટેડ ( ૯૬૬ ) :- રૂ.૯૮૯ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૦૩ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૯૩૩ થી રૂ.૯૧૯ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૦૧૩ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) ગ્લેનમાર્ક ફાર્મા ( ૫૩૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૫૭૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૫૮૫ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૫૦૮ થી રૂ.૪૯૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૯૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

           રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……

) ડાયનામિક કેબલ ( ૯૪ ) :- ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૦૩ થી રૂ.૧૧૨ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) એન્જિનિયર્સ ઈન્ડિયા ( ૭૪ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે કન્સલ્ટિંગ સર્વિસ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૬૬ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૭૭ થી રૂ.૮૪ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) મોરપેન લેબોરેટરીઝ ( ૫૧ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૭ નો પ્રથમ તેમજ રૂ.૪૦ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ફાર્મા સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૫૭ થી રૂ.૬૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) ટેક સોલ્યુશન્સ ( ૪૪ ) :- રૂ.૩૭ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૪૭ થી રૂ.૫૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૫૫ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફટી ફયુચર રેન્જ ૧૬૮૮૮ થી ૧૭૩૦૩ પોઇન્ટ ધ્યાને લેવી…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular