Tuesday, October 8, 2024
Homeબિઝનેસવર્ષના અંત સુધીમાં સેન્સેકસ 61,000 થવાની શુભ સંભાવના

વર્ષના અંત સુધીમાં સેન્સેકસ 61,000 થવાની શુભ સંભાવના

સારા પરીણામો, કંપનીઓનાં સારા વેલ્યુએશનનાં કારણે ઉભરતા બજારમાં ભારતનું પ્રદર્શન શ્રેષ્ઠ રહેશે

- Advertisement -

કોરોનાની બીજી લહેર છતાં, શેરબજારમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવા કેસોનો ગ્રાફ આ અઠવાડિયે નીચે જઈ રહ્યો છે, જો કે કોરોનાને કારણે થતાં મૃત્યુની સંખ્યામાં વધારો થયો છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીનું કહેવું છે કે ડિસેમ્બર સુધીમાં સેન્સેક્સ ઐતિહાસિક 61 હજારનાં આંકડાને સ્પર્શી શકે છે.

બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે 2021નાં બીજા ત્રિમાસિકમાં શેર બજાર ફરી તેજી પકડશે. હાલમાં સેન્સેક્સ 50 હજારના સ્તરે ટ્રેડિંગ કરી રહ્યો છે. આનો અર્થ એ કે આગામી છ મહિનામાં તેમાં લગભગ 20 ટકાનો વધારો થશે. મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ મુજબ, આ વર્ષના અંત સુધીમાં સેન્સેક્સ 55 હજારનો આંકડો પાર કરી જશે. જો કે, જો અન્ય પાસાઓ એક સાથે જોવા મળશે તો, તે 60 હજારનાં સ્તરને પણ સ્પર્શી શકે છે. સારા પરિણામો અને કંપનીઓનાં સારા વેલ્યુએશનનાં કારણે ઉભરતા બજારમાં ભારતનું પ્રદર્શન શ્રેષ્ઠ રહેશે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે માર્ચ-જૂન ક્વાર્ટરમાં કંપનીઓનાં પરિણામોમાં થોડો ઘટાડો થઈ શકે છે. આવું કોરોનાનાં નવા કેસને કારણે થશે. જો કે, બજારો અને રોકાણકારો હવે દુરંદેશી બતાવી રહ્યા છે. બજાર આ બાબત સારી રીતે સમજી ગયું છે કે ઘટાડો તાત્કાલિક છે, જ્યારે તેજી તેનું ભાવિ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બજારની નજર મેક્રો ઇકોનોમિક ફંડામેન્ટલ્સ અને અન ગતિ જોશે. બજાર હવે લિક્વિડિટી અને વેલ્યુએશનની તરફેણ કરશે નહીં. બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે રોકાણકારોએ તેમના પોર્ટફોલિયોનામાં લાર્જ-કેપ્સને બદલે મિડ-કેપ શેરો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જો કે, રોકાણકારોએ સ્મોલ-કેપ શેરોનાં બદલે, લાર્જ-કેપ શેરો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular