Thursday, March 28, 2024
Homeરાજ્યસૌરાષ્ટ્રમાં ચોમાસાના આગમનના એંધાણ

સૌરાષ્ટ્રમાં ચોમાસાના આગમનના એંધાણ

સપ્તાહથી દિવ પાસે અટકેલું ચોમાસું, આગળ વધવાના સંકેતો : રાજકોટ સહિતના વિસ્તારોમાં છવાયા ઘટાટોપ વાદળો : દક્ષિણ ગુજરાતમાં ધોધમાર

- Advertisement -

છેલ્લા એક સપ્તાહથી સૌરાષ્ટ્રના કાંઠે આવીને અટકી ગયેલું ચોમાસું આગળ વધવાના ઉજળા સંજોગો ઉભા થયા છે. હવે ટુંક સમયમાં સૌરાષ્ટ્રવાસીઓનો વરસાદ માટેનો ઇન્તજાર ખત્મ થઇ શકે છે. આજે સવારથી રાજકોટ સહિતના વિસ્તારોમાં ઘટાટોપ વાદળો છવાયા છે. જે ચોમાસાના આગમનના સંકેત આપી રહયા છે.

જામનગર શહેર અને જિલ્લામાં પણ સવારથી અસહ્ય ઉકળાટ સાથે વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બીજી તરફ દક્ષિણ ગુજરાત સુધી પહોંચી ગયેલાં ચોમાસાની જમાવટ યથાવત રહેવા પામી છે. નવસારી, સુરત વિસ્તારમાં આજે સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. જયારે ગઇરાત્રે અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં પણ અડધાથી અઢી ઇંચ સુધીનો વરસાદ વરસી જતાં વાતાવરણમાં ટાઢક પ્રસરી ગઇ હતી. ગુજરાત ઉપરાંત ઉત્તર, પશ્ર્ચિમ ભારત તરફ ચોમાસું આગળ વધી રહયું છે. દિલ્હીમાં પણ આજે સવારથી ચોમાસા પહેલાંનો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular