Tuesday, July 15, 2025
Homeસમાચારરાષ્ટ્રીયઓખા-મુંબઇ-ઓખા ટ્રેનને ભાટિયા સ્ટોપ અપાયો

ઓખા-મુંબઇ-ઓખા ટ્રેનને ભાટિયા સ્ટોપ અપાયો

ઓખા-મુંબઇ સેન્ટ્રલ અને મુંબઇ સેન્ટ્રલ ઓખા સૌરાષ્ટ્ર મેઈલ સુપર ફાસ્ટ સ્પેશિયલ ટ્રેનોને ભાટિયા સ્ટેશન પર 31 માર્ચ રેલવે તંત્ર દ્વારા સ્ટોપેજ અપાયું છે. રાજકોટ વિભાગના સિનિયર ડીસીએમ અભિવન જેફના જણાવ્યા મુજબ ભાટિયા સ્ટેશન પર આ ટ્રેનોના આગમન અને પ્રસ્થાનનો સમય નીચે મુજબ રહેશે. ટ્રેન નં.02946 ઓખા-મુંબઇ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેઈલ સ્પેશિયલને ભાટિયા સ્ટેશન પર સવારે 12:04 વાગ્યે પહોંચશે અને બપોરે 12:05 વાગ્યે ઉપડશે. એ જ બદલામાં ટ્રેન નં.02945 મુંબઇ સેન્ટ્રલ-ઓખા સ્પેશિયલ ભાટિયા સ્ટેશન પર બપોરે 13:17 વાગ્યે પહોંચશે. અને બપોરે 13:18 વાગ્યે ઉપડશે. ટ્રેનો દ્વારા, ભાટિયા, ખંભાળિયા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, વાપી, પાલઘર, બોરીવલી અને દાદર સ્ટેશનો ઉપરથી બન્ને માર્ગમાં રોકાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular