દેશની શેરીઓમાં રખડતા કુતરા-બિલાડીની સંખ્યા કેટલી છે ? આ સવાલ વિચિત્ર છે, પરંતુ મહત્વનો છે. ગુરૂવારે જાહેર કરાયેલી પ્રથમ સ્ટેટ પેટ હોમલેસનેસ ઈન્ડેક્સ રિપોર્ટનું અનુમાન છે કે ભારતમાં 8 કરોડ બિલાડી અને કુતરા રોડ-રસ્તા પર રખડી રહ્યા છે. પેટ હોમલેસનેસ ઈ્નડેક્સમાં ભારતને 10 અંકોના માપદંડ મુજબ ફક્ત 2.4 અંક મળ્યા છે.
ભારતને મળેલા ઓછા રેટિંગ દર્શાવે છે કે દેશમાં પાલતું બેઘર પ્રાણીઓના પડકારોને દૂર કરવા માટે વધુ પ્રયાસની આવશ્યકતાને દર્શાવે છે. ભારતને આટલું ઓછું રેટિંગ મળ્યા, તેના મૂળ કારણમાં અપેક્ષાકૃત પશુ નસબંધી ઓછી અને વેક્સીનેશન પણ ઓછું, રેબીજ સહિત કેનાઈન રોગોનું પ્રમાણ વધુ, એક પાલતું પ્રાણી રાખવાનો વધુ ખર્ચ અને પશુ કલ્યાણ પર મજબૂત કાયદા ન હોવા.
ભારતમાં લગભગ 8 કરોડ બેઘર બિલાડીઓ અને કુતરા શેલ્ટર્સ કે રોડ પર રહે છે. એટલું જ નહીં પાલતુ પ્રાણી રાખનાર 50 ટકા લોકોએ માન્યું છે કે ઓછામાં ઓછા એક પાલતુ પ્રાણીને રોડ પર છોડી દીધા છે. લગભગ 34 ટકા લોકોનું કહેવું છે કે તેમણે રોડ પર એક શ્વાનને દેશમાં પહેલીવાર એનિમલ વેલફેયર એક્સપર્ટ અને માર્સ પેટકેયર એ પહેલા પેટ હોમલેસનેસ ઈન્ડેક્સ જાહેર કર્યો છે.
માર્સ પેટકેયર ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર ગણેશ રમાનીએ કહ્યું કે હમણા સુધી દુનિયાભરમાં બેઘર રખડતા કુતરા અને બિલાડીઓની ગણતરીનો અને ટ્રેક કરવાની કોઈ પદ્ધતિ નથી. પ્રથમવાર આ પ્રકારનો ઈન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો છે. ઇપીએચ ઈન્ડેક્સના આંકડા અનુસાર, ભારતમાં 82 ટકા કુતરાઓને સ્ટ્રીટ ડોગ માનવામાં આવે છે અને 53 ટકા લોકોને લાગે છે કે સ્ટ્રીટ ડોગ લોકો માટે ખતરો છે. 65 ટકા લોકો કુતરા કરડે તેનાથી ડરે છે અને 82 ટકા લોકોનું માનવું છે કે રખડા કુતરાને હટાવવા જોઈએ અને તેમને શેલ્ટર્સમાં રાખવા જોઈએ.