Saturday, June 3, 2023
Homeરાજ્યજામનગરરોડના કામો મંજૂર થતાં મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગના મંત્રીનો આભાર માનતાં...

રોડના કામો મંજૂર થતાં મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગના મંત્રીનો આભાર માનતાં સાંસદ

ખંભાળિયાના બઝાણા-કંડોણા-કોટા રોડ રિર્સફેશીંગ અને સીસી રોડના કામો મંજૂર

- Advertisement -

મોરબી તાલુકા માટે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશભાઇ મોદી દ્વારા ઉટકેટ-સમાપર-બેલા, આમરણ રોડના સીસી રોડ તથા ખંભાળિયા તાલુકાના બજાણા, કંડોણા, કોટા રોડ રિસરફ્રેશીંગ અને સીસી રોડના કામો મંજૂર કરવામાં આવ્યા હોય, જન સુવિધાના આ મહત્વના કામો મંજૂર થતાં સંસદસભ્ય પૂનમબેન માડમએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલ અને મંત્રી પૂર્ણેશભાઇ મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.

- Advertisement -

રાજ્યના માર્ગ-મકાન વિભાગના મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ મોરબી તાલુકાના ઉટબેટ-સામપર, બેલા, આમરણ રોડના સીસી રોડનું કામ રૂા. 250 લાખ તથા ખંભાળિયા તાલુકાના બજાણા-કંડોરણા-કોટા રોડના રિસરફ્રેશીંગ અને સીસી રોડનું કામ રૂા. 190.00 લાખના કામોને સૈધ્ધાંતિક મંજૂરી આપી છે અને આગળની પ્રક્રિયા હાથ ધરવા સૂચના અપાઇ છે.

આમ મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રસ્તાના કુલ રૂા. ચાર કરોડ ચાલીસ લાખના કામો મંજૂર થતાં લગત વિસ્તારોના ગામો માટે પરિવહન અને આવન-જાવન માટે ખૂબ સાનુકુળતા થશે. આ માટે સંસદસભ્ય પૂનમબેન માડમએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને મંત્રી પૂર્ણેશભાઇ મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular