Saturday, April 20, 2024
Homeરાજ્યદ્વારકા જિલ્લામાં 18,523 મતદારોનો ઉમેરો થયો

દ્વારકા જિલ્લામાં 18,523 મતદારોનો ઉમેરો થયો

18-19 વય જુથના મતદારો ગયા વર્ષે 0.98 ટકા હતાં તે વધીને 2.06 ટકા થયા

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ અંતર્ગત ખાસ ઝુંબેશના દિવસોમાં મળેલ તમામ ફોર્મસના હક્ક-દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરી ચૂંટણી પંચ દ્વારા તા.૫ જાન્યુઆરીના રોજ આખરી મતદારયાદીની પ્રસિધ્ધિ કરવામાં આવી છે. આ ઝુંબેશમાં અત્યાર સુધીમાં અગાઉ થયેલા કાર્યક્રમોની સરખામણીએ જિલ્લામાં સૌથી વધુ કુલ ૩૩,૦૫૭ ફોર્મસ મેળવવામાં આવેલા હતા. જેમાં નવા નામ ઉમેરવા માટેના ફોર્મ નં. ના ૧૮,૫૨૩ ફોર્મસ મળ્યા જે પૈકી ૧૮૧૯ વયજૂથમાં ૮૭૧૭ ફોર્મસ મળ્યા હતા જે નવા મતદાર માટે મળેલ ફોર્મ નં. ના ૪૬.૬૫% થાય છે. જે બતાવે છે કે યુવા મતદારોએ મોટી સંખ્યામાં પોતાના નામ મતદારયાદીમાં દાખલ કરેલ છે તેમજ કુલ ૫૬૧૯ ફોર્મ નામ કમી માટે મળેલ હતા. આમ, જિલ્લામાં કુલ ૧૮,૫૨૩ મતદારોનો ઉમેરો થયો છે. યુવા મતદારોએ ડીઝીટલ માધ્યમથી પણ NVSP અને VoterPortal પર ૧૬૩૬ જેટલા ફોર્મ ઓનલાઈન ભર્યા હતાજિલ્લામાં ૧૦૦૦ પુરુષો મતદારો ની સામે સ્ત્રી મતદારોની સંખ્યા ૯૩૭ હતી જેમા નો વધારો થતા ૯૪૪ નો જેન્ડર રેશિયો થયો છે. વસ્તીની સામે મતદારો(EP Ratio) પહેલા ૬૯.૭૦ હતો જે વધીને ૭૧.૨૫ થયો છે જેમાં .૫૫% નો વધારો થયેલ છે જે ખુબજ સારી બાબત છે. ૧૮-૧૯ ના વયજૂથના મતદારો ગયા વર્ષે ૦.૯૮% હતા તે વધીને ૨.૦૬% થયો છે. જેમાં .૦૮% નો વધારો થયેલ છે.

- Advertisement -

હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ વસ્તી ૮,૨૮,૪૦૦ જેમાં ૪,૨૭,૧૫૪ પુરુષો અને  ૪,૧૨,૦૫૦ સ્ત્રીઓ છે, જેમાં ૫,૯૦,૨૨૮ મતદારો નોંધાયેલા છે. જેમાં ૩,૦૩,૫૭૯ પુરુષ, ૨,૮૬,૬૩૨ સ્ત્રી અને અન્ય ૧૭ મતદારો છે.

જિલ્લામાં કુલ ૧૮૨ ELC કલબ, ૩૯૯ ચુનાવ પાઠશાળા, ૯૩ વોટર અવેરનેશ ફોરમ, ૧૦ કોલેજના ૧૭ કેમ્પસ એમ્બેસેડર મારફત મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ચૂંટણી પંચની સુચના મુજબ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.કાર્યક્રમમાં વિવિધ પ્રવૃતિઓ/સ્પર્ધામાં શ્રેષ્ઠ કૃતિઓનું જિલ્લા/તાલુકા કક્ષાએ આગામી રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૨ના કાર્યક્રમમાં સન્માન કરવામાં આવનાર છે.

- Advertisement -

તા.૨૫ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ ૧૨માં રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સવારે ૧૦:૦૦ કલાકે, કલેકટર કચેરી ખાતે વર્ચ્યુઅલ(ઓનલાઈન) કરવામાં આવનાર છે. ‘Making Elections Inclusive, Accessible and Participative’ (ચાલો ચૂંટણી પ્રકિયાને સમાવિષ્ટ, સુગમ અને સહભાગી બનાવીએ) થીમ પર ઉજવણી કરવામાં આવનાર છે.

મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં મદદનીશ મતદાર નોંધણી અધિકારી, નાયબ મામલતદાર, સેક્ટર ઓફિસર,બીએલઓ, કેમ્પસ એમ્બેસેડર, મતદાર સાક્ષરતા ક્લબ તથા ચુનાવ પાઠશાળા દ્વારા કરવામાં આવેલ શ્રેષ્ઠ કામગીરીના એવોર્ડની જાહેરાત કરવામાં આવનાર છે.  ઉક્ત સમગ્ર કાર્યક્રમ હાલમાં COVID-19 ની ગાઈડલાઈન ધ્યાનમાં લેતા Twitter લીંક https://twitter.com/Election_Dwarka,Facebook લીંક https://www.facebook.com/dydeodevbhumidwarka સોશિયલ મીડિયામાં લાઈવ નિહાળવા જિલ્લા ચૂંટણી અધિકારી વતી અપીલ કરવામાં આવે છે

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular