Thursday, September 23, 2021
Homeરાજ્યજામનગરવરસાદથી થયેલ હાલાકી બાબતે પગલાં લેવા ધારાસભ્ય દ્વારા સૂચના અપાઈ

વરસાદથી થયેલ હાલાકી બાબતે પગલાં લેવા ધારાસભ્ય દ્વારા સૂચના અપાઈ

- Advertisement -

જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પડેલ ભારે વરસાદના કારણે લોકોની હાલાકી બાબતે ગ્રામ્ય આગેવાનો અને વહીવટી તંત્ર સાથે સંપકમાં રહી જરૂરી પગલા લેવા ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે.

જામનગર તાલુકાના ગ્રામ્ય ગિસ્તારમાં પડેલ અતિભારે વરસાદને કારણે જામનગર તાલકાના બઘા ડેમ ઓવર ફ્લો થયા છે. તેમજ નીચાણ વાળા વિસ્તારમાં અને લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા છે. ઘણાં બધાં રસ્તાઓમાં વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયા છે, અને મોટાભાગના ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ધારાસભ્ય આવશ્યક કારણોસર ગાંધીનગર હોવાથી ગ્રામ્ય વિસ્તારના સરપંચ અને આગેવાનો સાથે સતત ટેલીફોનિક સંપર્કમાં રહી પરિસ્થિતિ વિશે જાણકારી મેળવતા રહ્યા છે અને આ બાબતે ભારે વરસાદથી થયેલ નુકસાની અને જરૂરિયાત વાળા ગામોને તાત્કાલિક મદદ પહોંચાડવા ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી છે અને મુખ્યમંત્રીએ આ અંગે વહીવટી તંત્રને તાત્કાલિક મદદ પહોંચાડવા સૂચના આપી છે તેમજ ધારાસભ્ય મહેસુલ સચિવ, જિલ્લા વહીવટી તંત્ર કલેકટર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સાથે સતત સંપકમાં રહી જરૂરી મદદ પહોંચાડવા જણાવ્યુ છે. સરકારએ જામનગર ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી થયેલ ખાના ખરાબીને પહોંચી વળવા સમગ્ર વહીવટી તંત્રને એલર્ટ કર્યું છે તેમજ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને તૈનાત રાખી રેસ્કયૂ કરવા હેલીકોપ્ટરનો ઉપયોગ કરવા પણ જણાવ્યુ છે. ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે સંસદસભ્ય પૂનમબેન માડમ અને જામનગર જિલ્લા ભાજપા પ્રમુખ રમેશભાઈ મુંગરા સાથે સંકલન કરી અતિભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોને મદદ પહોંચાડવા ગ્રામ્ય આગેવાનો અને સરપંચઓ અને વહીવટી તંત્ર સાથે સંપર્કમાં રહી જરૂરી પગલાં લેવા જણાવ્યુ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular