Saturday, April 20, 2024
Homeરાજ્યહવામાન વિભાગે તૌકતે વાવાઝોડાને અત્યંત ગંભીર કેટેગરીમાં મુક્યું

હવામાન વિભાગે તૌકતે વાવાઝોડાને અત્યંત ગંભીર કેટેગરીમાં મુક્યું

જામનગર,દ્રારકા, પોરબંદરમાં 8 નંબરનું સિગ્નલ લંબાવાયુ : સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ

- Advertisement -

તાઉતે વાવાઝોડુ આજે ગુજરાતના દરિયાકાંઠે 175 કિમીની ઝડપે ટકરાવાનું છે. ત્યારે રાજ્ય સરકાર દ્રારા સંપૂર્ણ તૈયારી થઇ ચુક્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગુજરાત પર તાઉ-તે વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે તેવામાં દરિયાકાંઠાના વિસ્તારના રવિવાર રાત સુધીમાં સુધીમાં 1 લાખ લોકોને સલામત ખસેડાયા છે. આ ઉપરાંત વાવાઝોડાની દસ્તક પહેલા તંત્ર પણ સજ્જ બન્યું છે.  રેસ્કયુ કામગીરી માટે સંબંધિત જિલ્લાઓમાં ૪૪ NDRFની ટીમ ફાળવવામાં આવી છે. તથા ૬ SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે

- Advertisement -

હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડાને અતિ ગંભીર કેટેગરીમાં મૂકી દેવામાં આવ્યું છે. આ વાવાઝોડાને કેટેગરી ચારમાં રાખવામાં આવ્યું છે અને આ કેટેગરીમાં  225થી 279 કિમી ઝડપે પવન ફૂંકાય છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સોમવારે રાત્રે જ વાવાઝોડું ગુજરાતને ટકરાવાનું છે. ગુજરાતમાં 25 વર્ષ બાદ દરિયાકિનારે 10 નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. 

 રાજ્યમાં અમરેલીના જાફરાબાદ, ગીર સોમનાથના વેરાવળ, માંગરોળમાં દસ નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે તથા પોરબંદર,જામનગર, દ્વારકામાં પણ આઠ નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે.  વાવાઝોડાની ગતિ ખૂબ જ વધી રહી છે આજે મધ્યરાત્રીથી વહેલી સવાર સુધીમાં ગુજરાતમાં વાવાઝોડું ટકરાય તેવી સંભાવનાઓ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular