દેશભરમાં કોરોના રસીકરણ પ્રક્રિયા ચાલી રહી છે. તેમાં અનેક વખત છબરડાઓ સામે આવતાં જોવા મળ્યા છે. તાજેતરમાં દેવભુમી દ્વારકા જિલ્લામાં નાગરિકે કોરોના રસીનો બીજો ડોઝ ન લીધો હોવા છતાં તેણે રસીનો બીજો ડોઝ લઇ લીધાનો મેસેજ આવતાં ચકચાર મચી છે.
આ અંગેની વિગત મુજબ દેવભુમી દ્વારકા જિલ્લામાં અરજણભાઇ જોષી નામના નાગરિકે કોરોના રસીનો એક જ ડોઝ લીધો હોવા છતાં રસીનો બીજો ડોઝ પણ લઇ લીધો હોવાનો મેસેજ આવતા નાગરિક દ્વારા આરોગ્ય વિભાગ અને સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. એક તરફ સરકાર 100 કરોડ રસીકરણની ઉપલબ્ધી ગણાવતી હોય બીજી તરફ આવા છબરડાથી લોકોમાં નારાજગી સાથે અનેક સવાલો ઉઠી રહ્યા છે.