Wednesday, December 4, 2024
Homeરાજ્યજામનગરકાલાવડ પંથકની ધાડપાડુ ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો

કાલાવડ પંથકની ધાડપાડુ ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો

14 વર્ષ પૂર્વે શ્રીનાથજી દાદાના મંદિરના પૂજારી ઉપર હુમલો કરી લૂંટ : પેરોલ ફર્લો સ્કવોર્ડે સુરતના અડાલજમાંથી દબોચ્યો

- Advertisement -

કાલાવડ પંથકમાં 14 વર્ષ પૂર્વે થયેલા ધાડના ગુનામાં નાસતા ફરતા વધુ એક આરોપીને સુરતના અડાજણમાંથી પેરોલ ફર્લો સ્કવોર્ડે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના દાણીધાર નજીક આવેલા શ્રીનાથજી દાદાના મંદિરમાં 14 વર્ષ પૂર્વે ધાડપાડુ તોળકી ત્રાટકી હતી અને મંદિરના પૂજારી ઉપર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી સોના-ચાંદીના દાગીના અને રોકડની લૂંટ આચરી હતી. આ પ્રકરણનો મુખ્ય સૂત્રધાર સુરતના અડાજણમાં હોવાની હેકો ગજેન્દ્રસિંહ જાડેજા, કાસમ બ્લોચ તથા અરવિંદી ગોસાઈને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સુચનાથી ઈન્ચાર્જ એલસીબી પીઆઈ એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઈ એ.એસ. ગરચર, હેકો ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ, મેહુલભાઈ ગઢવી, નિર્મળસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, રાજેશભાઈ સુવા, ગીરીરાજસિંહ જાડેજા તથા પો.કો. ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ તથા એએસઆઈ ધર્મેન્દ્રસિંહ જાડેજા, અરવિંદગીરી ગોસાઈ સહિતના સ્ટાફે સુરતના અડાજણમાંથી 14 વર્ષથી નાસતા ફરતા સરદાર પાંગડા તડવી (ઉ.વ.40 રહે. ખેડા ફળિયુ, માંડવ તા.ધાનપુર જી.દાહોદ) નામના શખ્સને ઝડપી લઇ કાલાવડ પોલીસને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular