Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરકાલાવડના જુગાર સ્થળે એલસીબીની ટીમ ત્રાટકી

કાલાવડના જુગાર સ્થળે એલસીબીની ટીમ ત્રાટકી

મહિલા સહિત 21 ખેલંદાઓ ઝડપાયા : રૂા. 11,85000ની રોકડ અને 21 લાખની કિંમતના વાહનો તથા 21 મોબાઇલ કબજે : કુલ રૂા. 33.79 હજારનો મુદ્ામાલ કબજે

- Advertisement -

કાલાવડ ગામમાં બાલંભડી રોડ પર આવેલા સ્વાગત રેસીડેન્સીમાં બહારથી માણસો બોલાવી તિનપત્તિનો જુગાર રમાડતાં હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે રેઇડ દરમિયાન મહિલા અને સંચાલક સહિત 21 ખેલંદાઓને રૂા. 11.85 લાખની રોકડ અને વાહનો મળી કુલ રૂા. 33.79 હજારના મુદ્ામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ કાલાવડ ગામમાં બાલંભડી રોડ પર આવેલા સ્વાગત રેસિડેન્સીમાં રહેતો મનિષ રમણિક સખિયા નામનો શખ્સ તેના કબજાના મકાનમાં બહારથી માણસો બોલાવી તિનપતિનો જુગાર રમાતો હોવાની એલસીબીના સંજયસિંહ વાળા, હરદીપ ધાંધલ અને દિલીપ તલાવડીયાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ આર.એ.કરમટા, એસ.પી. ગોહિલ તથા સ્ટાફના એએસઆઈ માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ તથા પોલીસ હેકો નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા તથા પોકો ફીરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ કરી હતી.

દરમિયાન સંચાલક મનિષ રમણીક સખિયા, કેતન વાલજી વૈષ્ણવ, જમન માવજી ચાંગાણી, જગદીશ બાબુ દોંગા, પંકજ મનસુખ કાછડીયા, સુરેશ હંસરાજ વેકરીયા, જનક વાસુદેવ માટકા, ખીમા રામા ભાટુ, રાજુ બચુ કરંગીયા, બાબુ મચ્છા બાંભવા, હિતેશ ઓધળ ભુવા, શાંતિભાઇ પરસોતમ કમાણી, રમેશ ભગવાનજી સરધારા, દિપક રમણિક પાંભર, પિયુષ રવજી હિંગરાજીયા, અશોકસિંહ ગુમાનસિંહ જાડેજા, સુધીરસિંહ નાલુભા ચુડાસમા, અમિત લખમણ મલિક, મનોજ ગોરધન ફળદુ, રાજેશ મોહન અકબરી અને મહિલા સહિત 21 શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા. 11,85,000ની રોકડ રકમ તેમજ રૂા. 20 લાખની કિંમતની સાત કાર તથા રૂા. 1 લાખની કિંમતના ત્રણ બાઇક અને રૂા. 94,000ની કિંમતના 21 નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂા. 33,79,000નો મુદ્ામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular