જામનગર શહેરના હર્ષદમીલની ચાલી વિસ્તારમાં આવેલું રેવન્યુ સીટી સર્વે નંબર 1251 અને વોર્ડ નં.13 માં રહેલુ રૂા.5.40 લાખની કિંમતનું યુવાનનું મકાન જામનગરના શખ્સે ગેરકાયદેસર રીતે પચાવી પાડયાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના મસીતિયા ગામમાં રહેતો અને ગેરેજ ચલાવતો યુસુબ જુસબ ખફી નામના યુવાનનું હર્ષદમીલની ચાલી વિસ્તારમાં આવેલું રેવન્યુ સીટી સર્વે નંબર 1251 અને વોર્ડ નં.13 ના સીટ નંબર 504 સર્વે સીટી સર્વે નંબર 391/93/3 અને ક્ષેત્રફળ 50 ચોરસ મીટરનું રૂા.5,40,000 ની કિંમતના દસ્તાવેજ નંબર 3461/2022 વાળુ મકાન નિલકંઠનગર વિસ્તારમાં રહેતાં ગફાર જુમા ખીરા નામના શખ્સે પચાવી પાડયું હતું. મકાન ખાલી કરાવવા માટે અવાર-નવાર કહેવા છતાં મકાન ખાલી થતું ન હોવાથી યુસુબભાઈ ખફી દ્વારા સીટી એ ડીવીઝનમાં ગફાર ખીરા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી. જેના આધારે ડીવાયએસપી ડી પી વાઘેલા તથા સ્ટાફે લેન્ડ ગે્રબિંગ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી હતી.